સમાચાર સારાંશ: દાદાશ્રી કહે છે: એના ‘રીપેમેન્ટ’ (પરત ચૂકવણી) માં તો પેલું આવે છે કે એ ઊંઘની ગોળીઓ ખાય છે
દાદા ભગવાન : ઊંઘનું વિજ્ઞાન , આપણું સુખ સ્વાભાવિક હોવું જોઈએ અને સ્વાભાવિક સુખ ‘સ્વધર્મ’ માં ઉત્પન્ન થાય છે. સ્વધર્મમાં 'સ્વરૂપ'ને જાણવું પડે.
જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક મહાત્મા કહે છે: આ ઊંઘનું ‘સુખ’ લીધું એનું રીપેમેન્ટ (પરત ચૂકવણી) કરવાની હોય છે?
દાદાશ્રી કહે છે: એના ‘રીપેમેન્ટ’ (પરત ચૂકવણી) માં તો પેલું આવે છે કે એ ઊંઘની ગોળીઓ ખાય છે તે!
મહાત્મા કહે છે: એટલે અહીં ઊંઘ વધારે વાપરી લો, તો ત્યાં ઊંઘ ઘટે એવું?!
દાદાશ્રી કહે છે: હા, એનું ‘રીપેમેન્ટ’ (પરત ચૂકવણી) કરવું પડે છે ને! ત્યાં ઊંઘની ગોળીઓ ખાય છે ને! એ તો હંમેશાં દરેકનું ‘રીપેમેન્ટ’ હોય જ. ‘રીપેમેન્ટ’ કરવાનું હોય જ. (એક પણ ઇન્દ્રિય વધારે વાપરી) તો એ ઇન્દ્રિય ખલાસ થઈ જાય.
મહાત્મા કહે છે: આપે કહ્યું, 'ઊંઘીએ’ એટલે પૌદ્ગલિક સુખ લીધું, પછી પાછું ‘રીપેમેન્ટ’ કરવું પડશે?
દાદાશ્રી કહે છે: એ આપણે (મહાત્માઓ માટે) ‘રીપેમેન્ટ’ માટે ચિંતા નથી. આપણને (જ્ઞાન દીક્ષિત મહાત્માઓને) તો આત્મા પ્રાપ્ત થયો છે એટલે બને ત્યાં સુધી ભૌતિક સુખ ના લો તો સંપૂર્ણ આત્મા થશે. ‘શુદ્ધ ઉપયોગ’ સંપૂર્ણ થશે. જ્યાં સુધી ભૌતિક સુખ લો છો ત્યાં સુધી ‘શુદ્ધ ઉપયોગ’ સંપૂર્ણ કેમ થાય ?
મહાત્મા કહે છે: એટલે શુદ્ધ ઉપયોગમાં પૂરેપૂરું આવવું હોય તો ભૌતિકસુખનો ત્યાગ કરતા જાવ. એમ?
દાદાશ્રી કહે છે: એટલે આમાંથી (ભૌતિક બાબતોમાંથી) ‘સુખ’ જ ઉત્પન્ન ના થવું જોઈએ, અને સુખ ઉત્પન્ન થતું હોય તેને, એ સુખને ખસેડી નાખો.
તમને આ તાલ( જ્ઞાનીપુરુષ થકી આત્મજ્ઞાનપ્રાપ્તિનો સંયોગ) મળે નહીં. આ ‘સંજોગ’ જલદી બાઝે નહીં. આ તો ભગવાન જાતે આવ્યા હોય, એવો ‘તાલ’ મળ્યો છે. એટલે આપણે કામ કાઢી લેવાનું. અમનેય ભગવાન ભેગા થયા ત્યારથી અમારો ‘ધંધો’ શુદ્ધ ઉપયોગમાં રહેવાનો છે. એટલે શુદ્ધ ઉપયોગમાં બીજો (ભૌતિક) ‘ખોરાક’ નહીં લેવાનો. ત્યારે કહે, 'શુદ્ધ ખોરાક એટલે શું?' ભૌતિક સુખ કોઈ પ્રાપ્ત નહીં કરવાનું. ભૌતિક ચીજોમાંથી ‘સુખ ખેંચવાની’ ઈચ્છા નહીં રાખવાની.
તમારે તો મનુષ્યપણાનો લાભ ઉઠાવવાનો છે, કારણ કે આ 'વિજ્ઞાન' પામ્યા પછી કોઈ ‘ઉપયોગ’ ચૂકે નહીં. આ તો એક ‘પાળી’(શિફ્ટ) નું નહીં, ત્રણ પાળીનું (અવિરત ઉપયોગનું) ‘કારખાનું’ છે. અને આ ‘જ્ઞાન’ મળ્યા પછી એક (જ) ‘પાળી’ (શિફ્ટ) હોય?*
મહાત્મા કહે છે: ના, એ તો ઊંઘ વેઠીને ઉજાગરો લીધો એના જેવું થયું લાગે છે.
દાદાશ્રી કહે છે: *ઊંઘ એટલે શું? આત્માને ‘કોથળામાં’ પૂરીને ઉપર બાંધી દેવું તે. તે અજ્ઞાનીને માટે છૂટ છે, એ આત્માને કોથળામાં ઘાલીને સૂઈ જાય, પણ આ 'જ્ઞાન' પામ્યા પછી તો 'ત્રણ પાળી' ચલાવવી જોઈએ.(સતત આત્મલક્ષી ‘ઉપયોગ’માં લીન રહેવું જોઈએ.*)
મહાત્મા કહે છે: તે ‘દાદા’, અમને એવી છૂટ છે ? મહાત્માઓનેય આ વાત લાગુ પડે છે?
દાદાશ્રી કહે છે: *ત્યારે શું મને એકલાને આ બધી ‘છૂટ’ છે? તમારે (મહાત્માઓને પણ) એ કાયમનું , અલૌકિક સુખ જોઈએ છે, તો એ (અવિરત) ‘શુદ્ધ ઉપયોગ’નું ફળ છે.
પ્રણામ. જય સચ્ચિદાનંદ
સંકલન :-મોહન પટેલ, હિંમતનગર
તા.31.1.2025
Mo.9426728171
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



