હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ટેકનોલોજી

દાહોદ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડ્યો ગુજરાત પોલીસ બની હાઇટેક, ડ્રોનથી એક કિલોમીટર સુધી ચોરનો પીછો કરીને ઝડપ્યો

Posted 1 year ago with 53 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: થોડા દિવસ પહેલા એક મંદિરમાં ચોરી થઈ હતી. આ મામલે પોલીસે ચોરને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપી પાડ્યો હતો.

દાહોદ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડ્યો  ગુજરાત પોલીસ બની હાઇટેક, ડ્રોનથી એક કિલોમીટર સુધી ચોરનો પીછો કરીને ઝડપ્યો
1/1

દાહોદ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડ્યો

ગુજરાત પોલીસ બની હાઇટેક, ડ્રોનથી એક કિલોમીટર સુધી ચોરનો પીછો કરીને ઝડપ્યો

દાહોદઃ ગુજરાતમાં ગુનાખોરી રોકવા માટે પોલીસ હાઇટેક ઉપાય અપનાવી રહી છે. દાહોદ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડ્યો હતો. દાહોદ સરહદી જિલ્લો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાયેલા આ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય છે. થોડા દિવસ પહેલા એક મંદિરમાં ચોરી થઈ હતી. આ મામલે પોલીસે ચોરને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપી પાડ્યો હતો.

પોલીસને ટેકનિકલ એનાલિસીસમાં ગુજરાતના મંદિરો તથા રાજસ્થાનના જૈન દેરાસરોમાં થતી ચોરી અને ઘરફોડને અંજામ આપતો આરોપી રાજેશ ઉર્પે રાજી લાલ ભાભોર, દાહોદના ગરબાડાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે એક ટીમ બનાવી હતી. ટીમની કમાન એસપીને સોંપવામાં આવી હતી. આ ગેંગના મેમ્બરને પકડવા માટે તેના ઘરની આસપાસ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે આરોપીને પકડવા પોલીસ ગઈ ત્યારે તે ખેતરમાં ભાગી ગયો હતો.

ખેતરમાં પાક ઉભો હોવાથી તેને પકડવો મુશ્કેલ હતો. જેથી પોલીસે એક કિલોમીટર સુધી આરોપીની પાાછળ ડ્રોન ઉડાવ્યું હતું. જે બાદ તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં તેણે કબૂલાત કર્યું કે, દાહોદ અને બાંસવાડાની અલગ-અલગ 10 સ્થાને ચોરી કરી હતી. આ ઉપરાંત તેણે ચોરી કરેલા ઘરેણા દાહોદના દિલીપ મણીલાલ સોનીને વેચ્યા હતા. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 7,32,700ની કિંમતના સોના અને ચાંદીના આભૂષણ જપ્ત કર્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.