હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજકોટમાં મોતનું તાંડવઃ ટીઆરપી ગેમઝોને ૨૭ જિંદગીનો ભોગ લીધો, રૂપિયા લાલચુઓએ એક જ સ્થળે એન્ટ્રી અને એક્ઝીટ રાખી અત્યંત દર્દનાક, કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મિચામણા જવાબદાર

Posted 2 years ago with 55 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ગુજરાતના ઈતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી છે

રાજકોટમાં મોતનું તાંડવઃ  ટીઆરપી ગેમઝોને ૨૭ જિંદગીનો ભોગ  લીધો, રૂપિયા લાલચુઓએ એક જ સ્થળે એન્ટ્રી અને એક્ઝીટ રાખી અત્યંત દર્દનાક, કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મિચામણા જવાબદાર
1/2
રાજકોટમાં મોતનું તાંડવઃ  ટીઆરપી ગેમઝોને ૨૭ જિંદગીનો ભોગ  લીધો, રૂપિયા લાલચુઓએ એક જ સ્થળે એન્ટ્રી અને એક્ઝીટ રાખી અત્યંત દર્દનાક, કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મિચામણા જવાબદાર
2/2

રાજકોટમાં મોતનું તાંડવઃ 
ટીઆરપી ગેમઝોને ૨૭ જિંદગીનો ભોગ 
લીધો, રૂપિયા લાલચુઓએ એક જ સ્થળે એન્ટ્રી અને એક્ઝીટ રાખી

હત્યા કે દુર્ઘટના!:કોર્પોરેશનની મંજૂરી લેવી પડે નહીં એ માટે શૅડ બનાવ્યો, રાઇડનું સર્ટિફિકેટ લઈને ત્રણ માળનો ભવ્ય ગેમ ઝોન શરૂ કરી દેવાયો હતો

ગેમ ઝોને એવી સ્કીમ લોન્ચ કરી કે લોકોના ધાડા ઉમટ્યા:99 રૂપિયામાં બોલિંગ, 350 રૂપિયામાં ગોકાર્ટની મોજ માણવા રાત્રે દોઢ વાગ્યા સુધી વેઈટિંગ રહેતું

ગુજરાતના ઈતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી છે. અસંખ્ય લોકોના અત્યંત દર્દનાક, કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મિચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે. આશરે ૨૦૦૦ ચો.મી.થી વધુ જગ્યામાં આ ગેઈમ ઝોન ચાર વર્ષથી ધમધમતો હતો છતાં આજ સુધી આ સ્થળ માટે ફાયર એન.ઓ.સી. લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણોનું પાલન ન્હોતું છતાં મહાપાલિકા, કલેક્ટર, પોલીસ સહિતના તંત્રોએ તેને ચાલવા દીધું છે. 

સ્થળ પર તપાસ કરતા ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે ફાયર સેફ્ટીના કેટલાક સાધનો પેટીપેક સીલબંધ હાલતમાં મળી આવ્યા હતા. બે માળનો વિશાળ ડોમમાં કોઈ હવા ઉજાસ ન્હોતો, બહાર નીકળવાના માર્ગો કે દ્વાર ન્હોતા. ડોમમાં વ્યાપક પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થો હતા, આખુ તોતિંગ સ્ટ્રક્ચર ટેમ્પરરી ખડકાયું હતું છતાં પૈસા લાલચુઓએ એક જ સ્થળે એન્ટ્રી અને એક્ઝીટ રાખી હતી અને પ્રાપ્ત વિગત અનુસાર એન્ટ્રી પાસે જ એ.સી.માં સ્પાર્ક કે અન્ય કારણથી આગ લાગી અને આગ પલકવારમાં તો આખા ડોમને લપેટમાં લઈ લીધો હતો અને તે કારણે લોકો સળગીને ભડથું થઈ ગયા હતા.

શહેરમાં આવા કામચલાઉ સ્ટ્રક્ચર અનેક સ્થળે ખડકાઈ ગયા છે જે અંગે મનપા સૂત્રોએ જણાવ્યું કે જી.ડી.સી.આર. નિયમ મૂજબ કોઈ સીમેન્ટ કોંક્રિટનું બાંધકામ હોય તો તેનો પ્લાન મંજુર કરાવીને કમ્પલીશન લેવાનું હોય છે પરંતુ, ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે આવી જોગવાઈ નથી. આ છટકબારીનો ગેઈમઝોન, હોટલો વગેરે માટે ભરપૂર દુરુપયોગ સરકારી તંત્રએ રાજકોટમાં થવા દીધો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.