સમાચાર સારાંશ: મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લ્હાવો લીધો હતો. આજે દાદાને 400 કિલો કેળાનો અન્નકૂટ પણ ધરાવાયો છે.
શ્રાવણના પહેલાં મંગળવારે સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસનનો શણગાર
ભગવાન શિવની આરાધનાના પર્વ શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ છે. આજે પહેલા મંગળવારે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી દાદાને વિશેષ શ્રીનાથજીની થીમવાળા વાઘા પહેરાવ્યા છે અને સિંહાસને શણગાર કરાયો છે.
આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લ્હાવો લીધો હતો. આજે દાદાને 400 કિલો કેળાનો અન્નકૂટ પણ ધરાવાયો છે.
આ વાઘા અને શણગાર બનાવવા માટે ચાર લોકોને એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો છે. આ શણગાર અહીં કરતાં 6 સંત, પાર્ષદ અને ભક્તોને 3 કલાકનો સમય લાગ્યો હતો. તો આજે 400 કિલો કેળાનો અન્નકુટ ધરાવાયો છે.
શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ સમય : દરરોજ સવારે ૭ થી ૧૦ વાગ્યે આયોજન કરવામાં આવેલ. તેમજ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
Today is the second day of the month of Shravan, the festival of worship of Lord Shiva. On the first Tuesday of the month, Shravan is also being celebrated at the famous pilgrimage site Salangpurdham Shrishtabhanjan Dev Hanumanji Temple run by Swaminarayan Temple Vadtaldham. Today, under the guidance of Pujya Shastri Swami Hariprakashdasji Prerna and Kothari Vivek Sagar Swami, Dada has been dressed in special Shrinathji-themed Wagahs and the throne has been decorated. Today a large number of devotees took advantage of the special darshan of Dada. Today, Dada also has a 400 kg banana Annakut. It took four people about a week to make these Wagahs and decorations. It took 6 saints, councilors and devotees 3 hours to make this decoration here. So today there is a 400 kg food grain basket. Shri Hanuman Chalisa recitation time during the month of Shravan: Organized every day from 7 am to 10 am.
A yajna was also organised at the temple. During the month of Shravan, thousands of devotees took advantage of the darshan of the Srihari Temple Divine Window and experienced the blessing in person as well as online.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



