હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

નેતાઓ માટે પક્ષપલટાની ઋતુ આવી, ભાજપમાં ભરતીમેળો

Posted 2 years ago with 12 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ માટે જાણે પક્ષપલટાની ઋતુ આવી ગઈ છે

નેતાઓ માટે પક્ષપલટાની ઋતુ આવી, ભાજપમાં ભરતીમેળો
1/3
નેતાઓ માટે પક્ષપલટાની ઋતુ આવી, ભાજપમાં ભરતીમેળો
2/3
નેતાઓ માટે પક્ષપલટાની ઋતુ આવી, ભાજપમાં ભરતીમેળો
3/3

નેતાઓ માટે પક્ષપલટાની ઋતુ આવી, ભાજપમાં ભરતીમેળો loksabhaelection2024 મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલની પુત્રવધૂ અર્ચના પાટિલ ચાકુરકરે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. મુંબઈમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં અર્ચના પાટિલ ચાકુરકર ભાજપમાં જોડાયા હતા. અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાઈ રહી છે. તેમણે જ ભાજપ અને અર્ચાના વચ્ચે મધ્યસ્થતા કરી હોવાનું મનાય છે. જેના પછી અર્ચના પાટિલ ભાજપમાં જોડાઈ ગયા હતા. અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બસવરાજ પાટિલ મુરુમકરે પણ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તેઓ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલના દીકરા છે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ માટે જાણે પક્ષપલટાની ઋતુ આવી ગઈ છે. આ સૌની વચ્ચે એક રાજ્યમાં સત્તાધારી પાર્ટી બીજેડી મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગઇ છે. ઓડિશામાં સત્તાધારી પક્ષ બીજુ જનતા દળ (બીજેડી) ને શનિવારે મોટો ઝટકો લાગ્યો. જાણીતા અભિનેતા અને સાંસદે પાર્ટી છોડી પાર્ટીના કેન્દ્રાપડા લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ તથા લોકપ્રિય અભિનેતા અનુભવ મહાંતિએ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે ફક્ત સાંસદ અનુભવ મહાંતિ જ નહીં પણ કોરઈ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય આકાશ દાસ નાઇક અને ભુવનેશ્વરથી પૂર્વ ધારાસભ્ય પ્રિયદર્શી મિશ્રાએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન