હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

કેજરીવાલે કહ્યું જો મારા પ્રાણ પણ જતાં રહે તો શોક ન મનાવતા. તમારી પ્રાર્થનાઓના કારણે જ આજે હું જીવિત છું અને ભવિષ્યમાં પણ તમારા આશીર્વાદ મારી રક્ષા કરશે.

Posted 2 years ago with 42 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: કેજરીવાલે વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરતા શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પરમદિવસે મારે સરેન્ડર કરવાનું છે. ખબર નહીં, હવે ક્યાં સુધી આ લોકો મને જેલમાં રાખશે, પરંતુ તેઓ મને તોડી શકતા નથી.

કેજરીવાલે કહ્યું  જો મારા પ્રાણ પણ જતાં રહે તો શોક ન મનાવતા. તમારી પ્રાર્થનાઓના કારણે જ આજે હું જીવિત છું અને ભવિષ્યમાં પણ તમારા આશીર્વાદ મારી રક્ષા કરશે.
1/1

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજી વખત તિહાડ જેલ ગયા પહેલા દિલ્હીની જનતાને એક વાર ફરીથી ભાવુક અપીલ કરી છે. કેજરીવાલે કહ્યું કે જ્યારે તે જેલ જતા રહેશે તો લોકો તેમના માતા-પિતાનું ધ્યાન રાખે અને તેમના માટે પ્રાર્થના કરે. દિલ્હીના મુખ્યમંત્રીએ આશંકા વ્યક્ત કરી કે આ વખતે તેમને જેલમાં વધુ હેરાન કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે જો દેશ બચાવવામાં તેમના પ્રાણ પણ જતા રહે તો લોકોએ દુ:ખ કરવું નહીં.કેજરીવાલે વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરતા શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પરમદિવસે મારે સરેન્ડર કરવાનું છે. ખબર નહીં, હવે ક્યાં સુધી આ લોકો મને જેલમાં રાખશે, પરંતુ તેઓ મને તોડી શકતા નથી.

 જેલમાં આ લોકોએ ઘણા દિવસો સુધી ઈન્સ્યુલિનના ઈન્જેક્શન બંધ કરી દીધા. મારું વજન ઘટી ગયું. મારું કીટોન લેવલ ખૂબ વધી ગયું છે. ખબર નહીં, આ લોકો આવું કેમ કરવા માગે છે. પરમ દિવસે ત્રણ વાગે સરેન્ડર કરવા માટે પોતાના ઘરેથી નીકળીશ.કેજરીવાલે કહ્યું કે શક્ય છે આ વખતે તેમને વધુ હેરાન કરવામાં આવે. કેજરીવાલે દિલ્હીના લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે તેમનું કાર્ય રોકાશે નહીં. સીએમે કહ્યું, તમે તમારું ધ્યાન રાખજો. મને જેલમાં તમારી ચિંતા રહે છે. 

તમે ખુશ રહેશો તો તમારો કેજરીવાલ પણ ખુશ રહેશે. તમારા તમામ કામ ચાલતા રહેશે, હું ભલે ગમે ત્યાં રહું દિલ્હીના કામ રોકાવા દઈશ નહીં. તમારી મફત વિજળી, મોહલ્લા ક્લીનિક, ફ્રી દવા, ફ્રી બસ યાત્રા તમામ કામ ચાલતા રહેશે. પાછો ફરીને તમામ માતાઓ-બહેનોને દર મહિને હજાર રૂપિયા આપવાની શરૂઆત કરીશ. કેજરીવાલે કહ્યું, આજે હું તમારી પાસે પોતાના પરિવાર માટે કંઈક માગવા ઈચ્છું છું. મારા માતા-પિતા ખૂબ વૃદ્ધ છે. મારી માતા ખૂબ બીમાર રહે છે. 

મને જેલમાં તેમની ખૂબ ચિંતા રહે છે. મારા ગયા પછી મારા માતા-પિતાનો ખ્યાલ રાખજો અને તેમના માટે પ્રાર્થના કરજો. ભગવાનને પ્રાર્થના કરજો. પ્રાર્થનામાં ખૂબ શક્તિ હોય છે. તમે મારી માતા માટે દરરોજ પ્રાર્થના કરશો તો તે ચોક્કસ સ્વસ્થ રહેશે. મારી પત્ની સુનીતા ખૂબ મજબૂત છે. તેમણે જીવનના દરેક મુશ્કેલ સમયમાં મારો ખૂબ સાથ આપ્યો છે. જ્યારે મુશ્કેલ સમય આવે છે તો સમગ્ર પરિવાર એક થઈ જાય છે. તમે સૌએ મુશ્કેલ સમયમાં મારો ખૂબ સાથ આપ્યો છે. 

આપણે સૌ મળીને તાનાશાહી સામે લડી રહ્યાં છીએ. દેશને બચાવવા માટે જો મને કંઈ થઈ જાય, જો મારા પ્રાણ પણ જતાં રહે તો શોક ન મનાવતા. તમારી પ્રાર્થનાઓના કારણે જ આજે હું જીવિત છું અને ભવિષ્યમાં પણ તમારા આશીર્વાદ મારી રક્ષા કરશે. અંતમાં બસ એ કહેવા માગુ છું, ભગવાને ઈચ્છ્યું તો તમારો આ પુત્ર ખૂબ જલ્દી પાછો આવશે. જયહિંદ 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.