હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત

લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન અને સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો દેશને સંબોધિત કરતાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા

Posted 1 year ago with 37 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: લાલ કિલ્લાની પ્રાચીરથી પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો કે લોકો દેશ માટે મરવા માટે પ્રતિબદ્ધ હતા. આજનો સમય દેશ માટે જીવવાનો પ્રતિબદ્ધતાનો છે

લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન અને સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો દેશને સંબોધિત કરતાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા
1/1

લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન અને સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો દેશને સંબોધિત કરતાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા 

78th Independence Day 2024 | દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેના પછી તેમણે દેશને સંબોધિત કરતાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. 

લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન અને સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો દેશને સંબોધિત કરતાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા

લાલ કિલ્લાની પ્રાચીરથી પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો કે લોકો દેશ માટે મરવા માટે પ્રતિબદ્ધ હતા. આજનો સમય દેશ માટે જીવવાનો પ્રતિબદ્ધતાનો છે. જો દેશ માટે મર મીટવાની પ્રતિદ્ધતા આઝાદી અપાવી શકે છે તો દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા સમૃદ્ધ ભારત પણ બનાવી શકે છે. અમારા રિફોર્મ રાજકીય મજબૂરી નથી. અમે નેશનલ ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત છે. 

પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું કે આજે શુભ ઘડી છે જ્યારે આપણે દેશની આઝાદી માટે બલિદાન આપનારા આઝાદીના લડવૈયાઓને નમન કરી રહ્યા છીએ. આ દેશ તેમનો આભારી છે. એવા દરેક દેશવાસી પ્રત્યે આપણે આપણો શ્રદ્ધાભાવ વ્યક્ત કરીએ છીએ. દેશને પ્રેરિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે મહાસત્તાને હરાવ્યો હતો, આજે તો આપણે 140 કરોડ થઇ ગયા છીએ. 

પીએમ મોદીએ કહ્યું, 'આજે આપણે એવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ છીએ જેમણે આપણને આઝાદ દેશ આપ્યો, અમે આજે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તાજેતરની કુદરતી આફતને કારણે આપણે ચિંતિત છીએ, ઘણા લોકોએ તેમના પ્રિયજનો, તેમની સંપત્તિ ગુમાવી છે, આપણે તેમની સાથે એકજૂટતાથી ઊભા છીએ. 

જ્યારે પીએમ મોદી ધ્વજ ફરકાવવા માટે રેમ્પાર્ટ તરફ ગયા ત્યારે સ્વદેશી 105 એમએમ લાઇટ ફિલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી 

સમારોહમાં લગભગ 6000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને અટલ ઇનોવેશન મિશન જેવી પહેલ સાથે સંકળાયેલા લોકો, મેરા યુવા ભારતના સ્વયંસેવકો, આદિવાસી સમુદાયના લોકો અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.