હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે પાણીના મુદ્દે કોઇ રાજકારણ રમાવું ન જોઇએ. હિમાચલ પ્રદેશને યમુનામાં ૧૩૭ ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો

Posted 2 years ago with 35 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ન્યાયમૂર્તિ પી કે મિશ્રા અને ન્યાયમૂર્તિ કે વી વિશ્વનાથનની વેકેશન બેન્ચે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ સરકારને કોઇ વાંધો નથી અને તે તેની પાસે ઉપલબ્ધ વધારાનું પાણી છોડવા તૈયાર છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે પાણીના મુદ્દે કોઇ રાજકારણ રમાવું ન જોઇએ. હિમાચલ પ્રદેશને યમુનામાં ૧૩૭ ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો
1/1

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે પાણીના મુદ્દે કોઇ રાજકારણ રમાવું ન જોઇએ. હિમાચલ પ્રદેશને યમુનામાં ૧૩૭ ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો 

દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા જળ સંકટની વચ્ચે સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને ૧૩૭ ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો છે. 

ન્યાયમૂર્તિ પી કે મિશ્રા અને ન્યાયમૂર્તિ કે વી વિશ્વનાથનની વેકેશન બેન્ચે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ સરકારને કોઇ વાંધો નથી અને તે તેની પાસે ઉપલબ્ધ વધારાનું પાણી છોડવા તૈયાર છે.

ખંડપીઠે નિર્દેશ આપ્યા છે કે હરિયાણા સરકાર હિમાચલ પ્રદેશ દ્વારા છોડવામાં આવેલા વધારાના પાણીના પ્રવાહને સુગમ બનાવી રાખવામાં મદદ કરે જેથી પાણી દિલ્હી સુધી પહોંચી શકે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે દિલ્હી સરકારને પણ પાણીનો બગાડ કરવો જોઇએ નહીં. કોર્ટે હિમાચલ પ્રદેશને સાત જૂને વધારાનું પાણી છોડવાના નિર્દેશ આપ્યા છે. હિમાચલ પ્રદેશે આ અંગેની માહિતી હરિયાણાને પણ આપવી પડશે. દિલ્હીમાં ભીષણ ગરમીની વચ્ચે કેટલાક સમયથી લાખો લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કોર્ટે ૧૦ જૂને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે પાણીના મુદ્દે કોઇ રાજકારણ રમાવું ન જોઇએ. કેસની આગામી સુનાવણી ૧૦ જૂનના રોજ રાખવામાં આવી છે. 

અરજીમાં ભાજપ શાસિત હરિયાણા અને કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશને પક્ષકાર બનાવવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે જીવિત રહેવા માટે પાણી જરૂરી છે અને મૂળભૂત માનવ અધિકાર પૈકીનો એક છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન