હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ મુખ્યમંત્રી પદની હોડમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર સૌથી પ્રબળ દાવેદાર

Posted 1 year ago with 3 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: સમગ્ર મામલાના જાણકાર લોકોનું કહેવું છે કે, દલિત નેતા પર સંમતિ બનાવવા માટે એસ.સી-એસ.ટી ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ મુખ્યમંત્રી પદની હોડમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર સૌથી પ્રબળ દાવેદાર
1/2
કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ મુખ્યમંત્રી પદની હોડમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર સૌથી પ્રબળ દાવેદાર
2/2

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ મુખ્યમંત્રી પદની હોડમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર સૌથી પ્રબળ દાવેદાર

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી પાર્ટી અથવા કોઈ નેતાએ સત્તાવાર રીતે કંઈ નથી કહ્યું. આ દરમિયાન ખબર સામે આવી રહી છે કે, રાજ્ય સરકારમાં મંત્રી આર.બી ટિમ્માપુરે પણ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે, આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે. 

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ મુખ્યમંત્રી પદની હોડમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર સૌથી પ્રબળ દાવેદાર

જ્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા લગભગ અડધો કાર્યકાળ પૂરો કરી ચુક્યા છે. 2023માં ચૂંટણી જીત્યા બાદ રાજ્યમાં કથિત રીતે અઢી વર્ષ બાદ મુખ્યમંત્રી બદલાવાનું નક્કી થયું હતું. ટિમ્માપુરે કહ્યું કે, 'દલિતને કેમ મુખ્યમંત્રી પદ ન મળવું જોઈએ? મને મુખ્યમંત્રી કેમ બનાવવા ન જોઈએ? ખાસ વાત છે કે, રાજ્ય સરકારમાં દલિત નેતા ઘણાં મુખ્ય પદો પર રહે, પરંતુ અત્યાર સુધી કોઈપણ મુખ્યમંત્રી નથી રહ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી પદની હોડમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર સૌથી પ્રબળ દાવેદાર છે. હકીકતમાં, 2023 વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કહેવામાં આવી રહ્યું હતું કે, શિવકુમાર મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કરી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, પોતાના ઉત્તરાધિકારી પસંદ કરવા માટે સિદ્ધારમૈયા વ્યૂહનીતિ ઘડી રહ્યા છે. એક નેતાએ કહ્યું કે, 'આ ખુલ્લું રહસ્ય છે કે, દલિત મુખ્યમંત્રીની આસપાસ ચર્ચાઓ વધી રહી છે. જેથી, પાર્ટીની અંદર વિરોધને ઘટાડી શકાય. ખાસ કરીને એવા સમયે જ્યારે તેમનો અડધો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જોકે, તેમની આ વ્યૂહનીતિનો ખાસ કરીને શિવકુમાર કેમ્પ વિરોધ કરી રહ્યા છે.'

સમગ્ર મામલાના જાણકાર લોકોનું કહેવું છે કે, દલિત નેતા પર સંમતિ બનાવવા માટે એસ.સી-એસ.ટી ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ, કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાના હસ્તક્ષેપ બાદ તેને રદ્દ કરી દેવામાં આવી. કથિત રીત શિવકુમારના કહેવા પર હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દે જી પરમેશ્વરાનું કહેવું છે કે, જેવું દેખાઈ રહ્યું છે કે બેઠકને રદ કરી દેવામાં આવી છે, પરંતુ એવું નથી તેને ફક્ત ટાળી દેવામાં આવી છે. કોઈપણ બેઠકને રોકી નથી શકતું. જો કોઈપણ કહે છે કે, દલિત મુદ્દા પર વાત કરવા માટે બેઠક પોસાય તેમ નથી, તો અમે તેમને બરાબરનો જવાબ આપીશું. અમારી પાસે ક્ષમતા અને તાકાત છે.' કહેવામાં આવી રહ્યું છે કે, બેઠક રદ થવાથી રાજ્યના ઘણાં દલિત નેતાને નારાજ કરી દેવામાં આવ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.