હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કોમનવેલ્થની જાહેરાત બાદ અમદાવાદમાં ડેવલપમેન્ટનો ધમધમાટ શરૂ, મોટેરા સ્ટેડિયમ નજીક ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું.

Posted 7 months ago with 88 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: અચેર ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ પાવર પાસે ખુલે છે. ટીપી રોડમાં સાબરમતી બળદેવનગર વિસ્તાર અને સુભાષનગર વિસ્તારના કેટલાંક સમાવેશ થાય છે. મોટેરા બળદેવ નગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપી

કોમનવેલ્થની જાહેરાત બાદ અમદાવાદમાં ડેવલપમેન્ટનો ધમધમાટ શરૂ, મોટેરા સ્ટેડિયમ નજીક ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું.
1/1

કોમનવેલ્થની જાહેરાત બાદ અમદાવાદમાં ડેવલપમેન્ટનો ધમધમાટ શરૂ, મોટેરા સ્ટેડિયમ નજીક ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

અમદાવાદઃ શહેરના ચંડાળો તળાવથી શરૂ થયેલી ડિમોલિશનની કાર્યવાહી હજુ પણ શરૂ છે. શહેરને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યાની સત્તાવાર જાહેરાત થયાના બે દિવસમાં જ મોટેરા સ્ટેડિયમ નજીક ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું સ્પોર્ટ્સ એન્કલેવ બનવાનું છે, ત્યારે આજુબાજુના વિસ્તારને પણ ડેવલપ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા બળદેવનગર પાસેથી ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી છે. આ સંદર્ભે મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે.

અચેર ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ પાવર પાસે ખુલે છે. ટીપી રોડમાં સાબરમતી બળદેવનગર વિસ્તાર અને સુભાષનગર વિસ્તારના કેટલાંક સમાવેશ થાય છે. મોટેરા બળદેવ નગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપી અને ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યા નહોતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટાફ સાથે આજે વહેલી સવારથી 4 હિટાચી મશીન, બે જેસીબી અને મજૂરો સાથે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારે જે પણ રહીશો હતા તે તમામ રહીશોના મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. મકાનો ખાલી કરાવ્યા બાદ એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

બે દિવસ પહેલા પંચમહાલના વાઘજીપુરમાં 200 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. વાઘજીપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો સામે આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમજીવીસીએલ અને રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખીને માર્ગની બંને બાજુએ કરાયેલા કાચા-પાકા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભાવનગર શહેરમાં તંત્રએ દબાણ મુકિત અભિયાન અંતર્ગત નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પરના દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો પર કાર્યવાહી કરાઈ હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.