હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ધર્મ

ગીર જંગલમાં ટપકેશ્વર મહાદેવના દર્શને શિવભકતો ઉમટ્યા આ શિવલિંગ પર ટપકે છે અવરિત પાણી અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ કરી હતી સ્થાપના

Posted 2 years ago with 67 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આ પંથકમાં વહેતી ખળખળ નદીઓ અને સિંહોની ડણક વચ્ચે બિરાજમાન ટપકેશ્વર મહાદેવ પર પાણી ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ નામ પડ્યું

ગીર જંગલમાં ટપકેશ્વર મહાદેવના દર્શને શિવભકતો ઉમટ્યા આ શિવલિંગ પર ટપકે છે અવરિત પાણી અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ કરી હતી સ્થાપના
1/3
ગીર જંગલમાં ટપકેશ્વર મહાદેવના દર્શને શિવભકતો ઉમટ્યા આ શિવલિંગ પર ટપકે છે અવરિત પાણી અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ કરી હતી સ્થાપના
2/3
ગીર જંગલમાં ટપકેશ્વર મહાદેવના દર્શને શિવભકતો ઉમટ્યા આ શિવલિંગ પર ટપકે છે અવરિત પાણી અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ કરી હતી સ્થાપના
3/3

ગીર જંગલમાં ટપકેશ્વર મહાદેવના દર્શને શિવભકતો ઉમટ્યા આ શિવલિંગ પર ટપકે છે અવરિત પાણી અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ કરી હતી સ્થાપના 

ગીર ગઢડા જંગલ વિસ્તારમાં આવેલ પ્રાચીન ટપકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં દર્શનાર્થે શિવ ભક્તો ઉમટ્યા હતા આ પંથકમાં વહેતી ખળખળ નદીઓ અને સિંહોની ડણક વચ્ચે બિરાજમાન ટપકેશ્વર મહાદેવ પર પાણી ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ નામ પડ્યું છે. લોક વાયકા પ્રમાણે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ શિવજીની સ્થાપના કરી હતી . 

લોક વાયકા પ્રમાણે મેઘાવી ઋષિ દ્વારા 2000 વર્ષ તપસ્યા બાદ ગંગાજી ઉત્પન્ન થયા હતા . લોકોના જણાવ્યા મુજબ આ ગુફા છેક જુનાગઢ સુધી પહોંચે છે. ટપકેશ્વર મહાદેવના મંદિરનું શ્રાવણ માસના સોમવારે અદભુત અને રમણીય દર્શન કરતા શિવભક્ત અને શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી .   

ગીર ગઢડાના ફરેડા ગામથી આશરે ત્રણથી ચાર કિલોમીટર ગીર જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવના મંદિરે શિવભક્તોની મોટી ભીડ જોવા મળી. લોકવાયકા પ્રમાણે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં અહીં આવેલા ત્યાં માતા કુંતાજીને શિવજીની પૂજા અર્ચના કરવા માટે અર્જુનના કહેવાથી ભગવાન શ્રીકૃષ્ણએ અહીં ગુપ્ત ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા તેના કારણે ગુફાની અંદર આવેલ શિવલિંગ પર અવરિત પાણી ટપકતું રહે છે 

અહીં શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક તેમજ શિવજીની પૂજા અર્ચના શિવભક્તો દ્વારા કરવામાં આવે છે. ટપકેશ્વર મહાદેવનું મંદિર જંગલ વિસ્તારને આવેલો હોવાને કારણે અહીં વન્ય પ્રાણીઓનો પણ વસવાટ છે જેને કારણે વન વિભાગ દ્વારા અહીં સવારથી સાંજ સુધી જ દર્શન કરવાની મંજુરી છે. ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ ઝરણાઓ નો અહ્લાદક નજારો જોવા મળે છે . અહી વન વિભાગ દ્વારા અને પ્રકૃતિ પ્રેમિઓ દ્રારા દર્શનાર્થીઓને પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ન કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે. 

શ્રાવણ માસ દરમિયાન ટપકેશ્વર મહાદેવના દર્શને શ્રધ્ધાળુઓ પુંજા અર્ચના કરમાં આવે છે . દેવાધી દેવ મહાદેવના દર્શને આવતા શિવભકતો ભાવવિભોર બને છે 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન