હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

ધરિતા ડેલીવાલાનું પ્રથમ સોલો વોટરકલર એક્ઝિબિશન ‘અનુગૂંજ’ 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદની ગુફા ખાતે કલા રસીકો માટે ખુલ્લું મુકાયું

Posted 50 minutes ago with 9 views

Story by Vinay Pandya | 3 mins read

સમાચાર સારાંશ: ધરિતાની આર્ટમાં એક તરફ રિયાલિઝમની સૂક્ષ્મતા જોવા મળે છે, તો બીજી તરફ ઇમેજિનેશનની મુક્ત ઉડાન

ધરિતા ડેલીવાલાનું પ્રથમ સોલો વોટરકલર એક્ઝિબિશન ‘અનુગૂંજ’ 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદની ગુફા ખાતે કલા રસીકો માટે ખુલ્લું મુકાયું
1/2
ધરિતા ડેલીવાલાનું પ્રથમ સોલો વોટરકલર એક્ઝિબિશન ‘અનુગૂંજ’ 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદની ગુફા ખાતે કલા રસીકો માટે ખુલ્લું મુકાયું
2/2

 કલાકાર ધરિતા ડેલીવાલાનું પ્રથમ સોલો વોટરકલર એક્ઝિબિશન ‘અનુગૂંજ’ 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદની ગુફા ખાતે યોજવામાં આવેલ છે. પ્રાકૃતિક દ્રષ્યો તેમજ પ્રકૃત્તિની સુંદરતાને પોતાની આગવી કલા દ્વારા દાર્શવ્યા છે.

બાળપણથી જ પેન્સિલ, કલર્સ અને પેપર પ્રત્યે આકર્ષણ ધરાવતી ધરિતાને 6 થી 7 વર્ષનો ઓઇલ પેઇન્ટિંગનો અનુભવ છે. ત્યારબાદ એક વિરામ બાદ તેમણે ફરી પોતાની આર્ટના સર્જનને જીવનમાં સ્થાન આપ્યું અને 2019 થી વોટરકલરની પ્રેક્ટિસ શરૂ કરી. વોટરકલરની ફ્લુઇડિટી, ટ્રાન્સપરન્સી અને ફ્રીડમ ઑફ એક્સપ્રેશનએ તેમની આર્ટિસ્ટિક જર્નીને એક નવી દિશા આપી.

ધરિતા ડેલીવાલાનું પ્રથમ સોલો વોટરકલર એક્ઝિબિશન ‘અનુગૂંજ’ 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદની ગુફા ખાતે કલા રસીકો માટે ખુલ્લું મુકાયું

         ધરિતાની આર્ટમાં એક તરફ રિયાલિઝમની સૂક્ષ્મતા જોવા મળે છે, તો બીજી તરફ ઇમેજિનેશનની મુક્ત ઉડાન. તેમની લીફ સિરીઝમાં પાંદડાંને માત્ર નેચરલ એલિમેન્ટ તરીકે નહીં, પરંતુ જીવનના એક પડાવ તરીકે જોવામાં આવ્યા છે. લીલાથી સૂકાઈને ખરેલા પાન સુધીની સફર સમય અને ટ્રાન્સફોર્મેશનની વાત કરે છે અને તેમાં રહેલું સૌંદર્ય જીવનના દરેક તબક્કાને સ્વીકારવાની ભાવના વ્યક્ત કરે છે.

તેનાથી તદ્દન અલગ તેમની ડ્રીમસ્કેપ સિરીઝ છે, જ્યાં કોઈ ચોક્કસ સબ્જેક્ટ કે ફોર્મ પહેલાંથી નક્કી કરેલું નથી. કલર્સ અને વોટરની નેચરને અનુસરતાં, ઇમેજિનેશનમાંથી નેચરના ડ્રીમલાઇક લેન્ડસ્કેપ્સ જન્મે છે. અહીં આર્ટવર્ક માત્ર એક દૃશ્ય નથી રહેતું; તે દર્શકને પોતાની જ એક દુનિયા કલ્પવાની જગ્યા આપે છે.

       ‘અનુગૂંજ’ તેમના માટે માત્ર એક્ઝિબિશનનું નામ નથી. આનંદ, આશા, મેમરીઝ, એક્સપિરિયન્સ અને લાઇફ લેસન્સમાંથી જન્મતી અને અંતરમાં લાંબા સમય સુધી ગુંજતી રહેતી ઇમોશન્સની આ એક આર્ટિસ્ટિક એક્સપ્રેશન છે.  

                                        - વિનય પંડ્યા

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ભારત, ધર્મ

સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ‘સ્વરાજ્ય, સ્વબોધ ઓર ભારતીય ભાષાઓ કી ભૂમિકા’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનું વિશેષ સન્માન કરાયું.

ગુજરાત, ધર્મ

કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં 'ગીતા પ્રવચન' શ્રેણીનો ભવ્ય પ્રારંભ: પ.પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે 2026-27ના શૈક્ષણિક સત્રનું ઉદ્ઘાટન

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ