સમાચાર સારાંશ: ભારતની સૌથી કઠિન તથા પ્રતિષ્ઠિત અલ્ટ્રામેરાથોન પૈકીની એક રેસ છે. જે વિશાળ થાર રણની વચ્ચે યોજાય છે.
અમદાવાદી યુવાને થારના રણમાં પાણી બતાવ્યું ! દોડવીરોમાં "ધ્યાન" આકર્ષિત કર્યું
રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલી હેલ રેસ અલ્ટ્રા જે 100 કિમી લાંબી અને ભારતની સૌથી કઠિન તથા પ્રતિષ્ઠિત અલ્ટ્રામેરાથોન પૈકીની એક રેસ છે. જે વિશાળ થાર રણની વચ્ચે યોજાય છે.

આ રેસ જેસલમેરના રણ પ્રદેશ વચ્ચે ઊંચા તાપમાન અને લાંબા અંતર માટે અનુભવી દોડવીરો માટે પણ પડકાર જનક છે . આ પડકાર અમદાવાદના 21 વર્ષના ધ્યાન આચાર્યે ઝીલ્યો અને વિજેતા થયા છે.
અમદાવાદમાં રહેતા અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ધ્યાન આચાર્ય દ્વારા આ દોડ ૧૩ કલાક ૩ મિનિટ માં પુરી કરવામાં આવી તે ગુજરાતીઓ માટે ગૌરવ છે.
આ અલ્ટ્રામેરાથોન રેસની વિશેષતા જોઈએ
તો આ દોડનો મુખ્ય નિયમ જે કઠિન છે. દોડવીરોને 16 કલાકમાં રેસ પૂર્ણ કરવાની હોય છે. રણની વિપરીત આબોહવા અને વાતાવરણને અનુકૂળ થઈને પણ અનેક દોડવીરોને સફળતા ક્યારેક મળતી નથી. જેમાં ધ્યાન આચાર્યે ગુજરાતની છાતી ગજ ગજ ફૂલે તેવી સફળતા હાંસલ કરી છે.
થારના રણમાં સાંજે ૪ થી ૭ ડિગ્રીનું તાપમાન થઈ જાય છે અને બપોરે રણની રેતી એટલી ગરમ થઈ જાય કે દોડવીરોને પોતાનું લક્ષ્ય સાત કોઠા જેટલું અઘરું લાગે છે પરંતુ અમદાવાદી યુવાને પાણી બતાવ્યું અને સમગ્ર દોડવીરોમાં "ધ્યાન" આકર્ષિત કર્યું
Ahmedabadi youth shows water in Thar desert attracted "attention" among runners.
Heli Race Ultra, held in Jaisalmer, Rajasthan, is a 100 km long and one of the toughest and prestigious ultramarathons in India. It takes place in the middle of a vast desert.
This race is also challenging for experienced runners due to the high temperature and long distance between the desert region of Jaisalmer. The challenge was won by 21-year-old Dhyan Acharya from Ahmedabad.
It is a matter of pride for Gujaratis that Dhyan Acharya, who lives in Ahmedabad and studies at Gujarat University, completed this run in 13 hours and 3 minutes.
This should be the specialty of the ultramarathon race
So this is the main rule of running which is difficult. Runners have to complete the race in 16 hours. Despite adapting to the hostile climate and environment of the desert, many runners sometimes do not find success. Pay attention to Gujarat
It has been a resounding success.
In the desert of Thar the temperature becomes 4 to 7 degrees in the evening and in the afternoon the sand of the desert becomes so hot that the runners find their goal as difficult as seven rooms but the Amdavadi youth showed the water and attracted the "attention" of all the runners
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



