હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ઉનાના ખજુદ્રા નદી કાંઠે રહેતા પરીવારોનાં બાળકોને મુશ્કેલી. કોન્ટ્રાકટરના અધૂરા કામને કારણે રોડ પર ઊગેલાં બાવળીયાનાંને લીધે પાણી ભરાયાં

Posted 2 years ago with 66 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: 150મીટરના રોડપર ગાંડા બાવળો ઉગી નિકળતાં વરસાદી પાણી ભરાયાં

ઉનાના ખજુદ્રા નદી કાંઠે રહેતા પરીવારોનાં બાળકોને મુશ્કેલી. કોન્ટ્રાકટરના અધૂરા કામને કારણે રોડ પર ઊગેલાં બાવળીયાનાંને લીધે પાણી ભરાયાં
1/1

ઉનાના ખજુદ્રા નદી કાંઠે રહેતા પરીવારોનાં બાળકોને મુશ્કેલી. કોન્ટ્રાકટરના અધૂરા કામને કારણે રોડ પર ઊગેલાં બાવળીયાનાંને લીધે પાણી ભરાયાં 

ઊનાનાં ખજુદ્રા ગામે નદીની સામે કાંઠે આવેલ વાડી વિસ્તાર નો આર સીસી રોડ  થયેલ અધુરૂ કામ છોડી દેવાતાં .150મીટરના રોડપર ગાંડા બાવળો ઉગી નિકળતાં વરસાદી પાણી ભરાયાં હોવાની વાડી વિસ્તારમાં રહેતાં વિધાર્થીઓને શાળાએ જવા આવવા ધુટણ સમા પાણી અને કિચડ ચાલવા મજબુર બન્યા છે આ ભુલકાઓ નાં આરોગ્ય સામે ખતરો મંડાઈ રહ્યો છે 

વાડી વિસ્તારમાં 50થી60 પરીવાર નું વાડી વિસ્તાર માં રહેણાંક હોવાથી ત્યાં આરોગ્ય સેવા બાળકો નાં શિક્ષણ અને લોકો ને આ રસ્તા પર અવરજવર કરવાં વાહન વ્યવહાર ચલાવવા ભારે તકલીફ વેઠવી પડે છે હાલ ચોમાસું હોવાનાં કારણે પાણી ની વેણ ભરાતી હોવાથી જીંદગી જોખમમાં મુકી મહા મુસીબતે પાણી ની વેણ પાર કરવી પડેછે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આ વિસ્તાર નાં લોકો મામલતદાર કચેરી અથવા તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામજનો બાળકો સાથે ધરણાંકરવા ચીમકી આપી છે 

  ગ્રામજનોનાં જણાવ્યા મુજબ બન્ને સાઈડ માં વાડી વિસ્તાર આવેલ હોવાથી ખેડૂતો દ્વારા પોતાના શેઢે ઉગેલા કાંટા નાં બાવળીયા કટીંગ કરવાં દેતાં નહીં હોવાથી વિવાદ ઊભો કરતાં હોવાનાં કારણે રોડ નું કામ અધુરું પડ્યું છે અને તેનો ભોગ નાનાં બાળકો બની રહ્યા છે

 ઉના તાલુકાના ખજુદ્રા ગામના જ્યાં નદીના સામે કાંઠે ખેતી કરતા 50થી60 પરીવાર વસવાટ કરે છે જ્યાં નદી સામે કાંઠે આર સીસી રોડ મજુર થયેલ હોય અને અડધો બની પણ ગયેલ હોય ખેડુતો ના વિવાદ ના કારણે આ અડધો રસ્તો ના બનતા આ રસ્તા પર વરસાદી પાણી ધુટણ સમા ભરાઈ છે અને ગાંડા બાવળો ની ઝાડી ઝાંખરા ઉગી નીકળેલ હોય જેમાં ખુજુદ્રા ના નદી સામે કાંઠે રહેતા 50થી60 પરીવાર લોકો તથા શાળા એ જતા બાળકો ને કિચડ તથા ધુટણ સમા પાણી અને ગાંડા બાવળો ની ઝાડી માંથી જીવ જોખમમાં મુકી પસાર થવું પડે છે જીવ હથેળી પર રાખી પસાર થવું પડે છે અને શાળા ના બાળકો ચોમાસાની ઋતુમાં અડધા દીવસો સ્કુલે જતા નથી અને અભ્યાસ પણ બગડે છે.શાળા એ જતા બાળકો દ્રારા રસ્તા બનાવી ગાંડા બાવળો રસ્તા ની બન્ને સાઈડ કાપવા માંગ કરાઈ છે

આ રસ્તામાં કિચડ અને ગાંડા બાવળની ઝાડી છે તથા રસ્તા પર ધુટણ સમા પાણી ભરાયા છે નદી ના સામે કાંઠે રહેતા 50થી 60 પરીવાર માથી કોઈ ને દવાખાનું હોય તો 108 પણ અહિયાં આવી સગવડ નથી કે કોઈ નાં ધરે પ્રસંગ હોય તો મહેમાનો પણ અવર જવર કરી શકતા નથી

 બાળકો શાળા એ જાય ત્યારે અમો વાલી ઓને સતત ભય રહે છે રસ્તા પર રહેલ પાણી માંથી કોઈ જીવજંતુ બાળકો કાંઈ થશે કે ગાંડા બાવળ ની ઝાડી માંથી કાંટા વાગશે વન્ય પ્રાણી બાળકો ને નુકશાન પહોંચાડે તો શું કરવું તે અંગે સરપંચને પણ આ વિસ્તારનાં લોકોએ રજુઆત કરી છે પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમો મહિલાઓ બાળકો સાથે મામલતદાર કચેરી અથવા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાં પર બેસવું.

આ વિસ્તારમાં મેટલ રોડ મજુર થયેલ છે અને 100 મિટર જેટલો બનાવવા નો બાકી છે વહિવટી તંત્ર તથા પંચાયત ને અનેક રજુઆતો કરી છે કોઈ મોટી દુર ધટના બન્ને તો જવાબદાર કોણ...બન્ને પક્ષ ના ખેડુતો વિવાદનો અંત લાવી અહીં વસતાં પરીવારને ન્યાય આપે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.