હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, ભારત, રમત-ગમત

જાણો ભારતની મહિલા મુક્કાબાજ જૈસમિન લમ્બોરિયા બૉક્સર જૈસમિનની સફળતાનું સીક્રેટ

Posted 1 month ago with 23 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: જૈસમિને 57 કિલો વર્ગની ફાઈનલમાં નોર્ધર્ન આયરલૅન્ડની માઈકેલા વૉલ્શને 5-0થી હરાવી દીધી હતી. જૈસમિન 2022ની ગઈ કૉમનવેલ્થમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી.

જાણો ભારતની મહિલા મુક્કાબાજ જૈસમિન લમ્બોરિયા બૉક્સર જૈસમિનની સફળતાનું સીક્રેટ
1/1

જાણો ભારતની મહિલા મુક્કાબાજ જૈસમિન લમ્બોરિયા બૉક્સર જૈસમિનની સફળતાનું સીક્રેટ

ભારતની મહિલા મુક્કાબાજ જૈસમિન લમ્બોરિયા ઘણા દિવસ સુધી બીમારીને કારણે હૉસ્પિટલ (Hospital)માં રહ્યા બાદ સ્વસ્થ થઈને સ્કૉટલૅન્ડ પહોંચી હતી અને ત્યાં તેણે શનિવારે બૉક્સિંગની ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

જૈસમિને 57 કિલો વર્ગની ફાઈનલમાં નોર્ધર્ન આયરલૅન્ડની માઈકેલા વૉલ્શને 5-0થી હરાવી દીધી હતી. જૈસમિન 2022ની ગઈ કૉમનવેલ્થમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી.

ઘણાએ વિચાર્યું હશે કે જૈસમિન (Jaismine) ખૂબ પ્રેક્ટિસ કર્યા બાદ કૉમનવેલ્થ માટે સ્કૉટલૅન્ડ આવી હશે. જોકે હકીકત જુદી જ હતી. સ્કૉટલૅન્ડનો પ્રવાસ શરૂ કર્યો એના થોડા મહિના પહેલાં ખૂબ તાવ હોવાને કારણે તેની તબિયત બગડતી જતી હતી જેને લીધે તેણે હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. છેલ્લાં ઘણા મહિનાઓથી તેની તબિયત સારી નહોતી રહેતી. બૉક્સિંગની મોટી ઇવેન્ટ માટે ઘણા મહિનાઓ અગાઉથી પ્રેક્ટિસ શરૂ કરી દેવી પડતી હોય છે, પરંતુ જૈસમિન કૉમનવેલ્થ માટે જુલાઈની શરૂઆતમાં જ પ્રેક્ટિસ શરૂ કરી શકી હતી.

જૈસમિનમાં મુક્કાબાજીની કરીઅર પ્રત્યે અસાધારણ સમર્પણ ભાવના છે. હજી માર્ચ મહિનામાં ખૂબ તાવ હોવા છતાં તેણે એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને બૉક્સિંગનો સિલ્વર મેડલ જીતી હતી અને અને એ મેડલની સફળતા થકી તે આ વખતની કૉમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાય થઈ હતી.

ખુદ જૈસમિને શનિવારે ગોલ્ડ મેડલ જીત્યા પછી સોશ્યલ મીડિયામાં પોતાનો અનુભવ શૅર કરતા લખ્યું, ‘મને ઘણા મહિનાઓથી તાવ હતો. હું બરાબર તાલીમ નહોતી લઈ શકી અને પ્રેક્ટિસ પણ નહોતી કરી શકી. જોકે આ વખતની ટૂર્નામેન્ટમાં હું મારી પૂરી તાકાતથી લડી અને સુવર્ણચંદ્રક જીતી. છેલ્લાં કેટલાક મહિનાઓમાં મેં ખૂબ દવા ખાધી છે. કૉમનવેલ્થ પહેલાં હું પ્રેક્ટિસ નહોતી કરી શકી એને લીધે મારી માનસિક હાલત સારી નહોતી રહેતી. નકારાત્મક વિચારો આવ્યા કરતા હતા. જોકે સ્પોર્ટ્સ સાયકૉલોજિસ્ટે મને સતત સકારાત્મક સ્થિતિમાં રાખી હતી. હું મજબૂત મનોબળ સાથે કૉમનવેલ્થમાં ભાગ લેવા આવી અને ગોલ્ડ મેડલ જીતી એનો મને બેહદ આનંદ છે.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કચ્છ જિલ્લામાં ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર કારાઘોઘા ડેમ છલકાયો

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કચ્છ જિલ્લામાં ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર કારાઘોઘા ડેમ છલકાયો

ધર્મ, ઇતિહાસ

મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ એટલે ઋષિપાંચમ.

ગુજરાત, સામાજીક, રમત-ગમત

વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન