હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, સોશિયલ મીડીયા

સાવરકુંડલામાં "સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ" દ્વારા "સેવા યજ્ઞ" અંતર્ગત 1400 પરિવારોને તાડપત્રીનું વિતરણ

Posted 1 year ago with 20 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: અતિ જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાવાળી તાડપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલ ચોમાસાની ઋતુમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વરસાદી પાણીથી રક્ષણ પૂરું પાડશે. આ "સેવા યજ્ઞ"માં કુલ ૬ ટનથી વધુ તાડપત્રીનું વિતરણ કરાયું હતું. રિપોર્ટ ફારૂક કાજી

સાવરકુંડલામાં
1/4
સાવરકુંડલામાં
2/4
સાવરકુંડલામાં
3/4
સાવરકુંડલામાં
4/4

સાવરકુંડલામાં "સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ" દ્વારા "સેવા યજ્ઞ" અંતર્ગત 1400 પરિવારોને તાડપત્રીનું વિતરણ

 "માનવ સેવા એ જ પ્રભુ સેવા"ના ઉમદા સિદ્ધાંતને સાર્થક કરતા, સાવરકુંડલા સ્થિત "સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ" દ્વારા એક ભવ્ય "સેવા યજ્ઞ"નું આયોજન કરવામાં આવ્યું. ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ ઈરફાનભાઈ ગોરીના સક્રિય નેતૃત્વ હેઠળ, ૧૪૦૦ અતિ જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાવાળી તાડપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલ ચોમાસાની ઋતુમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વરસાદી પાણીથી રક્ષણ પૂરું પાડશે. આ "સેવા યજ્ઞ"માં કુલ ૬ ટનથી વધુ તાડપત્રીનું વિતરણ કરાયું હતું. 

સાવરકુંડલામાં

આ પુણ્યના કાર્યના મુખ્ય દાતાઓમાં શ્રી જાવેદભાઈ રાજ, આશિફભાઈ હિંગોરા રચકાવાળા, અને હાજી હૈયાતખાન બ્લોચનો સમાવેશ થાય છે. ભોજન પ્રસાદના દાતા તરીકે મનીષા દીદી મા બાપનું ઘરએ ઉપસ્થિત સૌને સ્વાદિષ્ટ ભોજન કરાવી સેવાભાવ દર્શાવ્યો હતો. આ વિતરણ કાર્યક્રમમાં માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુ, તપસી ગીરી બાપુ, ખોડીયાર આશ્રમ ધુણેશ્વર ભારતી બાપુ તાત્કાલમાં આશ્રમ હીરા ગીરી માતાજી, તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી, સાવરકુંડલા તાલુકા શહેર પ્રમુખ અનિરુદ્ધ સિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી સહિત અનેક સંતો-મહંતો, રાજકીય આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ એકતા મંચ ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી ઈમ્તિયાઝભાઈ પઠાણે પણ હાજરી આપી હતી. ઉત્સાહી સ્વયંસેવકોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. આ પ્રસંગે પિન્ટુભાઈ મલેકે જણાવ્યું કે, "અમારો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ પાયાની સુવિધાઓથી વંચિત ન રહે. આ તાડપત્રી વિતરણ અમારી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. અમે માનીએ છીએ કે સાચી સેવા એ જ છે જે જરૂરિયાતમંદ સુધી સીધી પહોંચે."

"સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ" સાવરકુંડલામાં વર્ષભર શિક્ષણ સહાય, તબીબી આવશ્યકતાઓ અને દૈનિક જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા સહિત વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. ટ્રસ્ટ ભવિષ્યમાં પણ આવા લોક કલ્યાણના કાર્યો માટે કટિબદ્ધ છે અને સમાજના તમામ સભ્યોને આ "સેવા યજ્ઞ"માં જોડાઈને પોતાનો સહયોગ આપવા આહ્વાન કરે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકાર ઇરફાનભાઇ ગોરીએ કર્યું હતું

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન