હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ કન્યાશાળા અને ડારીની પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપી પા..પા...પગલી કરાવી

Posted 2 years ago with 108 views

Story by શૈલેષભાઈ વાળા | 4 mins read

સમાચાર સારાંશ: ગીર સોમનાથ જિલ્લામાં ગામેગામ બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ કન્યાશાળા અને ડારીની પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપી પા..પા...પગલી કરાવી
1/3
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ કન્યાશાળા અને ડારીની પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપી પા..પા...પગલી કરાવી
2/3
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ કન્યાશાળા અને ડારીની પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપી પા..પા...પગલી કરાવી
3/3

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ કન્યાશાળા અને ડારીની પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપી પા..પા...પગલી કરાવી 

ગીર સોમનાથ ૨૧મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં ગામેગામ બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે શાળા પ્રવેશોત્સવની ઉજવણીના ઉપક્રમે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રથમ દિવસે બપોર બાદ ડારીની પ્રાથમિક શાળા અને આજે સવારે વેરાવળની કન્યાશાળા ખાતે ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપીને શાળામાં પા...પા...પગલી ભરાવી હતી.

જિલ્લા કલેકટરે શૈક્ષણિક જગતના પ્રથમ પગથિયે પગ મૂકતાં બાળકોનું નામાંકન કરાવ્યું હતું. તેમણે આ અવસરે જણાવ્યું હતું કે, બાળકો માટે શૈક્ષણિક જીવનનો આ પ્રથમ તબક્કો છે. શાળામાં પ્રવેશ મેળવેલા બાળકો તેમના જીવનમાં ઈચ્છીત પરિણામ મેળવી કારકિર્દીના સર્વોચ્ચ શિખરો સર કરી મા-બાપની ઈચ્છાઓમાં ખરા ઉતરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

કલેક્ટરે ધોરણ-૧, બાલવાટિકા અને આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કિટ આપીને આનંદ-ઉલ્લાસભર્યા માહોલમાં પ્રવેશ અપાવ્યો હતો. બાળકો પણ તેમના જીવનના આ નવા પ્રયાણમાં હરખથી ડગલે ડગલું માંડી હર્ષથી આગળ વધ્યાં હતાં.

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં કલેક્ટરે ગઈકાલે ડારી નવા પ્લોટ પ્રાથમિક શાળામાં ધો.૧માં ૭૧, બાલવાટીકામાં ૫૩ અને આંગણવાડીમાં ૧૧ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે આજે વેરાવળની કન્યાશાળામાં ધોરણ-૧માં 3૪, બાલવાટિકામાં ૨૦ અને આંગણવાડીમાં ૬ મળી કુલ ૬૦ ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. તેમણે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં. 

ગ્લોબલ વોર્મિંગ સામે લડવાના ઉપાય તરીકે વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે ત્યારે કાર્યક્રમના અંતે ‘હરિયાળુ ગીર સોમનાથ’ કેમ્પેઈન અંતર્ગત જિલ્લા કલેક્ટર અને ઉપસ્થિત મહેમાનોએ શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રવેશોત્સવ અવસરે નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા, મામલતદાર આરઝૂ ગજ્જર, જેઠાભાઈ શામળા, તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમાર, આચાર્ય લખમણભાઇ સોલંકી, ડારી ગ્રામ પંચાયત સરપંચ ફારુકભાઈ આકાણી, ગામના અગ્રણીઓ, એસએમસી કમિટીના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.