હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

Posted 1 year ago with 26 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આજે 21 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે.

અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
1/3
અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
2/3
અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
3/3

અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

21 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે

અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી

દુર્ઘટના સમયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કુલ- 71 દર્દીમાંથી 42 ને ડિસ્ચાર્જ કરાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 163 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 124 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.

મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આજે 21 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. તેમણે કહ્યું કે, દુર્ઘટના સમયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કુલ- 71 પેશન્ટ માંથી 2 ના મૃત્યુ થયા છે. બાકીના 69 માંથી 42 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1 દર્દીની સ્થિતિ ક્રિ્ટિકલ છે. તથા બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. તેમણે ઉમેર્યું કે, 30 મેડિકલ સ્ટુડન્ટ દાખલ કરવામાં હતા જેમાંથી હાલ એક જ સ્ટુડન્ટ દાખલ છે. 

ડૉ. રાકેશ જોશીએ અત્યાર સુધી સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. જેમાં ઉદેપુરના- 2 વડોદરા- 16, ખેડા-10, અમદાવાદ- 41, મહેસાણા-5, બોટાદ-1, જોધપુર-1, અરવલ્લી-2, આણંદ-9, ભરૂચ-5, સુરત-4 ગાંધીનગર-6, મહારાષ્ટ્ર-2, દીવ-5, જૂનાગઢ-1, અમરેલી-1, ગીરસોમનાથ-3, મહીસાગર-1, ભાવનગર-1, લંડન-2, પાટણ-1, રાજકોટ-1, મુંબઈ-3 અને નડિયાદ-1 ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

ડૉ.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.

જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે, એમ તેમણે જણાવ્યું હતું. 

સાથે જ, તેમણે પરિવારજનો પાર્થિવ દેહ સ્વીકારવા આવે ત્યારે હાથ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અને કરવામાં આવેલી વ્યવસ્થા વિશે પણ માહિતી પૂરી પાડી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.