સમાચાર સારાંશ: આધુનિક ઉપકરણનો પ્રયોગ તો સમજ શક્તિને આધીન છે, તો પછી ઉપકરણો ઉપર નિર્ભરતા કેમ!
માળો બાંધવા જંગલ નહિ, તણખલું પર્યાપ્ત છે! પ્રકૃતિ ધીરજ, સંતોષ અને પ્રસન્નતા શીખવે છે!
શું એવુ નથી લાગતું કે આપણે સમયાંતરે મનુષ્ય મટીને યંત્રમાનવ બની રહ્યા છીએ!
આધુનિક ઉપકરણનો પ્રયોગ તો સમજ શક્તિને આધીન છે, તો પછી ઉપકરણો ઉપર નિર્ભરતા કેમ!
સ્વામી વિવેકાનંદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને વીર સાવરકર મોટુ અને લાંબુ નહિ મહાન જીવન જીવેલા! આવા તો અનેક જીવન આપણા માટે દ્રષ્ટાંતો છે જેમનું સ્મરણ થતા જ આપણે નતમસ્તક થઈ જઈએ છીએ, એવા તો અનેક કીર્તિમાન છે જે મોબાઇલ, ઇન્ટરનેટ, મોંઘી મોટરકારો, 55 ઇંચ નાં ટેલિવિઝન અને લેપટોપની ગેરહાજરીમાં પણ અંગદજીનાં ચરણની જેમ પ્રસ્તુત છે. ટેક્નોલોજી ચોક્કસ થી સહાયક અને સંદર્ભ છે, પરંતુ જયારે આપણે એ સમજી લઈશું કે સફળતા અને સરળતા સામાન્ય લાગતા પરંતુ એકબીજાને પૂરક બનાવતા પરીબળો છે, ત્યારે વાસ્તવીક અને આવશ્યક મૂલ્યોની કદર કરતા કરતા આપણે જીવનના ખરા લક્ષ્યોને પામવા તરફ આગળ વધીશું.
Vertical farming maximizes agricultural output in small spaces using technologies like aeroponic towers for efficient watering. This allows for growing food on much smaller "farms" for personal and commercial use.
— Tech Burrito (@TechBurritoUno) July 2, 2024
Credit @IntEngineering pic.twitter.com/ppS60lyxQb
આજે પણ જેમના નામો અને કામો આપણે વખાણીએ છીએ એ બધા લોકો આપણા જેટલો ટેકનોલોજીનો ઉપયોગ અને ઘેલછા નથી ધરાવતા. આપણે મિલેનીયલ અને ઝેન એક્સ જનરેશનના ગેપની ચર્ચા કરીએ ત્યાં સુઘી વાંધો નથી, પરંતુ જ્યાં છીએ ત્યાંથી અન્યોને વિરુદ્ધમાં સમજવા લાગીએ ત્યારે સાધના ચૂકીને સાધનનાં સાધક બની જઈએ છીએ. ગમે તેટલા આધુનિક ઉપકરણનો પ્રયોગ તો સમજ શક્તિને આધીન છે, તો પછી ઉપકરણો ઉપર નિર્ભરતા કેમ!
ઉપકરણોને આધીન રહેવા અને નિર્ભરતા રાખવાથી મૌલિકતા ક્ષીણ થઈ જાય છે અને ઉપકરણોની ગેરહાજરીમાં નિપુણતા અને કૌશલ્ય કેળવવાની આવશ્યકતા પણ સમાપ્ત થતી જાય છે. શું એવુ નથી લાગતું કે આપણે સમયાંતરે મનુષ્ય મટીને યંત્રમાનવ બની રહ્યા છીએ!
કાળક્રમે આ સ્થિતિ કેવું સ્વરૂપ ધારણ કરશે તેની કલ્પના એક પુસ્તકમાં ઘણા વર્ષો પહેલા વાંચેલી, ત્યાં લખ્યું હતું કે હજાર વર્ષ પછી મનુષ્યનાં હાથ પગ અને શરીર નાના થતા જશે અને ઉપકરણો પર નિર્ભરતા એટલી વધી જશે કે કોઈપણ કુદરતી આફત વખતે નાશ પામવાની સ્થિતી સામે લાચાર હોઈશું.
પ્રકૃતિ સામે બાથ ભીડવા સામે કોઠાસુઝ, કૌશલ્ય અને મૌલિક નિપુણતા જ કામે લાગશે ટેક્નોલોજી ને તો પાણી ભરતી આપણે જોઈ જ છે. ટેકનોલોજીમાં સૌથી સ્માર્ટ કહેવાતા જાપાન ને આપણે સુનામી સામે લાચાર, વૈભવ અને સમૃદ્ધિમાં શિરમોર જણાતા અમેરિકાને આપણે ટોર્નેડો અને વાવાઝોડાઓ સામે ઘૂંટણિયે જોયું છે, વિશ્વમાં સૌથી વઘુ પરમાણુ હથિયારો ધરાવતા સોવિયેત સંઘનને ટુકડા ટુકડા થતું જોયું છે અને વેપારમાં પાવરધા ચીનને કોરોના સામે ચિત્ત થતા પણ આપણે જોયું જ છે. પ્રકૃતિ ઉત્પાત કરે ત્યારે કાળા માથાનો માનવી લાચાર તો બની જાય છે, કેટલીયે ખુવારી અને ધ્વંશ સામે આવે છે, પરંતુ ત્યારે જે તેમાંથી બચે છે તે જીવનો અને વ્યવસ્થાઓનું અવલોકન કરીએ તો સમજાય છે કે એ મૌલિકતા ધારણ કરનાર અને માત્ર ઉપકરણો પર નિર્ભર ન રહેતા પ્રાકૃતિક કૌશલ્ય તથા નિપુણતા વિક્સવાનાર વ્યક્તિઓ અને પરીબળો હતા.
ઉપકરણો ઉપયોગી છે પરંતુ તેને ચલાવવાની આવડત અને સૂઝ બુઝ તો આપણે જ કેળવવી પડશે ને! તેને આપણે નિયંત્રિત કરવાનાં છે એ ભૂલીને ક્યાંક ને ક્યાંક આપણે એ આપણને ઉપયોગી થાય તેની સાથે સાથે એ આપણને નિયંત્રિત કરે તેવા તેના સ્વરૂપોનું સર્જન કરી રહ્યા છીએ. આર્ટીફિસિયલ ઇન્ટેલિંજન્સ આપમેળે શીખે તેવું તેને શીખવનાર પણ આપણે જ તો છીએ એ ભૂલી જઈએ છીએ ત્યારે જ આપણે ભવિષ્યમાં તે આપણને નિયંત્રિત કરશે તે ખતરાથી આંખ આડા કાન કરી રહ્યા છીએ.
અહિયાં ચોક્કસથી એવો પ્રશ્ન ઉદભવે કે તો જે લોકો આર્ટીફિસિયલ ઇન્ટેલિંજન્સનું સર્જન અથવા ડેવલોપમેન્ટ કરી રહ્યા છે તેમને આ ભયસ્થાનની ખબર હોવા છતા માનવજાતની કબર શા માટે ખોદી રહ્યા છે; અહીંયા બે ઉત્તરો સમજાય છે, કે કાં તો એમને ખતરો તેમના જીવન દરમીયાન નથી સતાવવાનો એટલે સ્વાર્થી બની આગળ વધી રહ્યા છે અથવા તો યંત્રવત નવુ અને વધુ પરંતુ ઝેરીલું આપવામાં નિર્માતાઓનાં હાથાઓ બની નિમિત્ત બની રહ્યા છે.
ટેક્નોલોજીનો ઉપયોગ અને પ્રયોગ વિવેકપૂર્ણ અને માત્ર વાસ્તવીક અને આકસ્મિક આવશ્યક્તા અનુસાર કરવામાં આવે તો સહાયક બને અને એમ ન કરવામાં આવે તો વિધ્વંસક બની નાશ તરફ દોરી જાય. આંધળું અનુકરણ કે દેખાદેખીમાં તાણી લવાયેલ ઉપકરણ ક્યારે આપણી કઈ ઇન્દ્રિયને નિષ્ક્રિય બનાવી દે છે, તેનું ભાન જ નથી રહેતું!
સરળ ભાષામાં સમજાવું તો આ જે ટેકો છે એ મોકો છે, એ ધોકો બની આપણી પીઠ ન તોડી નાંખે એ સમજીને આપણે આપણી સમજ ને વિકસાવીએ તો ટેકાના આદિ નહિ બનીએ અને વિપરીત પરિસ્થિતિઓ માં અસહાય બન્યાનું પણ નહિ અનુભવીએ.
હિરેન કોટક-લેખક
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



