હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

22 રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ આગાહી રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Posted 2 years ago with 60 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હવામાન વિભાગ અનુસાર, રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 4.64 ઈંચથી વરસાદ નોંધાયો

22 રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ આગાહી રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
1/1

22 રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ આગાહી રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 

હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ આગાહી કરી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ભારે વરસાદની યલો એલર્ટ છે. જ્યારે પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગ અનુસાર, રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 4.64 ઈંચથી વરસાદ નોંધાયો છે. ધોલપુર, કરૌલી, ભરતપુર, દૌસા, ટોંક, સવાઈ માધોપુર અને જયપુરમાં સતત વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવાઈ માધોપુર જિલ્લામાં ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદને કારણે રણથંભોરમાં 100થી વધુ લોકો ફસાયા છે, તેમને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 197 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ઉનાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. 31મી જુલાઈએ કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લામાં વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરમાં ગુમ થયેલા 30 લોકોની શોધ ચાલુ છે. અત્યાર સુધીમાં 28 મૃતદેહો મળી આવ્યા છે. રાજ્યમાં 27 જૂનથી નવમી ઓગસ્ટ સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 110થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન