હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

માણાવદર પંથકમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો આવ્યા સામે.માણાવદર તાલુકામાં ખેડૂતોની ચિંતા વધારતા દ્રશ્યો જોવા મળ્યા પાક નિષ્ફળ ગયો

Posted 2 years ago with 65 views

Story by Paresh Vadhiya | 3 mins read

સમાચાર સારાંશ: મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

માણાવદર પંથકમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો આવ્યા સામે.માણાવદર તાલુકામાં ખેડૂતોની ચિંતા વધારતા દ્રશ્યો જોવા મળ્યા પાક નિષ્ફળ ગયો
1/1

માણાવદર પંથકમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો આવ્યા સામે.માણાવદર તાલુકા માં ખેડૂતોની ચિંતા વધારતા દ્રશ્યો જોવા મળ્યા પાક નિષ્ફળ ગયો 

સતત 6 દિવસ થી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો જ્યારે હાલ પણ હળવો વરસાદ ચાલુ છે ત્યારે માણાવદર તાલુકા માં ખેડૂતો ની ચિંતા વધારતા દ્રશ્યો જોવા મળ્યા.આ દ્રશ્યો છે 

બાઈટ :- સતિષભાઈ ડાંગર --ખેડૂત ( ભીડોરા ગામ )

માણાવદર તાલુકાના ભીડોરા ગામ ના જ્યાં ખેડૂત ની જમીન નું ધોવાણ થયું છે સાથે સાથે કપાસનો પાક થયો નિષ્ફળ ગયો છે 

માણાવદર પંથકમાં ભારે વરસાદના કારણે કપાસ ,સોયાબીન,મગફળી ના પાકને વ્યાપક નુક્સાન થયું છે ત્યારે જૂનાગઢ જિલ્લા ના માણાવદર તાલુકાના ,માંગરોળ તાલુકાના ,અને કેશોદ તાલુકા સહિત વંથલી તાલુકાના ઘણા ગામડાઓ નો ઘેડ વિસ્તારમાં સમાવેશ થાય છે 

જ્યારે આ સમગ્ર ઘેડ વિસ્તારમાં લોકો પરેશાન બન્યા છે હાલ વરસાદી પાણી એ સમગ્ર ઘેડ વિસ્તાર ને બેટ જેવી સ્થિતિમાં મૂક્યું .લોકોને અવર જવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે 

માણાવદર શહેરમાં 10 તેમજ જીંજરી, શેરડી, સરદારગઢ, ગણા સહિતના ગામડાઓમાં 14-15 ઇંચ તેમજ લીંબુડા, સરાડીયા, પાજોદ, વેકરી, મરમઠ સહિતના ગામડાઓમાં નવથી દસ ઇંચ વરસાદ પડતાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. માણાવદર શહેરમાં વીજ ટ્રાન્સફોર્મર સુધી પાણી પહોંચી ગયું હતું.

નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘુસી જતા 378 લોકોને સ્થળાંતર કરવું પડયું હતું. જ્યારે આઠ દિવસની એક બાળકી સહિત 10 લોકોનું રેસ્ક્યુ કરવા પડયું હતું. માણાવદર પંથકમાં જળપ્રલય જેવી હાલતથી લોકોમાં ચિંતા વ્યાપી છે અને હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.