હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, ટેકનોલોજી

સૂર્ય ગ્રહણના કારણે આ શહેરના સ્થાનિક તંત્રની ઉંઘ ઉડી

Posted 2 years ago with 105 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા માટે સૌથી સારા સ્થળોમાં નાયગ્રા ફોલ્સનો સમાવેશ કરાયો છે અને તેના કારણે નાયગ્રા શહેરમાં પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા માટે 10 લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે

સૂર્ય ગ્રહણના કારણે આ શહેરના સ્થાનિક તંત્રની ઉંઘ ઉડી
1/1

solar eclipse :સૂર્ય ગ્રહણના કારણે આ શહેરના સ્થાનિક તંત્રની ઉંઘ ઉડી


solar eclipse: કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં આવેલા નાયગ્રા શહેરનુ તંત્ર આઠ એપ્રિલે યોજાનારા પૂર્ણ સૂર્ય ગ્રહણના કારણે ટેન્શનમાં આવી ગયુ છે. 


તેનુ કારણ એ છે કે,  પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા માટે સૌથી સારા સ્થળોમાં નાયગ્રા ફોલ્સનો સમાવેશ કરાયો છે અને તેના કારણે નાયગ્રા શહેરમાં  પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા માટે 10 લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આટલી મોટી સંખ્યામાં આવનારા લોકોની વ્યવસ્થા સાચવવાની ચિંતાએ સ્થાનિક તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. 


નાયગ્રા શહેરના મેયર જિમ ડિયોડાટીનુ કહેવુ છે કે, 1979 બાદ પહેલી વખત કેનેડામાં પૂર્ણ સૂર્ય ગ્રહણ દેખાશે અને અમે આ જોવા માટે આવનારા લોકોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરુ કરી દીધી છે. 


તેમનુ કહેવુ છે કે, આમ છતા આઠ એપ્રિલે નાયગ્રા અને તેની આસપાસ ટ્રાફિક જામ, ઈમરજન્સી સર્વિસની ડીમાન્ડમાં ઉછાળો અને મોબાઈલ ફોન નેટવર્કની સમસ્યાની સ્થિતિ સર્જાઈ શકે છે.


આઠ એપ્રિલે દેખાનારુ પૂર્ણ સૂર્ય ગ્રહણ નોર્થ અમેરિકા, મેક્સિકો તેમજ કેનેડામાંથી પસાર થવાનુ છે. કેનેડામાં આગામી પૂર્ણ સૂર્ય ગ્રહણ હવે 2044માં દેખાવાનુ હોવાથી લોકોમાં આઠ એપ્રિલના દિવસને લઈને ભારે ઉત્સુકતા છે. આ દિવસે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થશે અને નાયગ્રા શહેરમાં ગણતરીની મિનિટો માટે ધોળા દિવસે પણ અંધકારની સ્થિતિ સર્જાશે. જેના કારણે નાયગ્રા શહેરમાં આવવા માંગતા લોકોની સંખ્યા વધી રહી છે. હોટલોના બૂકિંગમાં ઉછાળો દેખાઈ રહ્યો છે અને હોટલોના ભાડા પણ આસમાને પહોંચી રહ્યા છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન