હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

ભગવાન જગન્નાથજીની રથયાત્રા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી

Posted 2 years ago with 78 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી આઠથી 10મી જુલાઈ દરમિયાન કચ્છ સિવાય સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી
1/4
ભગવાન જગન્નાથજીની રથયાત્રા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી
2/4
ભગવાન જગન્નાથજીની રથયાત્રા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી
3/4
ભગવાન જગન્નાથજીની રથયાત્રા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી
4/4

ભગવાન જગન્નાથજીની રથયાત્રા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે.

ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, બિહાર, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા અને દક્ષિણ ભારતીય રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી

આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 

આ ઉપરાંત ભરૂચ, નર્માદ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી આઠથી 10મી જુલાઈ દરમિયાન કચ્છ સિવાય સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. જ્યારે 11મી અને 12મી જુલાઈએ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરા્ત સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જ્યારે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ ચોમાસાની શરૂઆત નબળી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ છઠ્ઠી જુલાઈ 2023માં સિઝનનો 35.50 ટકા વરસાદ વરસ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.