હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા

તાઇવાનમાં મંગળવાર વહેલી સવારે ભૂકંપના અનેક આંચકા અનુભવાયા ભૂકંપના અન્ય છ આંચકાઓની તીવ્રતા ૪.૫ થી ૬ની વચ્ચે હતી. આ તમામ આંચકા હુઆલિયન શહેરની પાસે આવ્યા

Posted 2 years ago with 45 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: તાઇવાનમાં મંગળવાર વહેલી સવારે ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતાં. જેમાં સૌથી શકિતશાળી ભૂકંપની તીવ્રતા ૬.૧ હતી તેમ યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

તાઇવાનમાં મંગળવાર વહેલી સવારે ભૂકંપના અનેક આંચકા અનુભવાયા ભૂકંપના અન્ય છ આંચકાઓની તીવ્રતા ૪.૫ થી ૬ની વચ્ચે હતી. આ તમામ આંચકા હુઆલિયન શહેરની પાસે આવ્યા
1/4
તાઇવાનમાં મંગળવાર વહેલી સવારે ભૂકંપના અનેક આંચકા અનુભવાયા ભૂકંપના અન્ય છ આંચકાઓની તીવ્રતા ૪.૫ થી ૬ની વચ્ચે હતી. આ તમામ આંચકા હુઆલિયન શહેરની પાસે આવ્યા
2/4
તાઇવાનમાં મંગળવાર વહેલી સવારે ભૂકંપના અનેક આંચકા અનુભવાયા ભૂકંપના અન્ય છ આંચકાઓની તીવ્રતા ૪.૫ થી ૬ની વચ્ચે હતી. આ તમામ આંચકા હુઆલિયન શહેરની પાસે આવ્યા
3/4
તાઇવાનમાં મંગળવાર વહેલી સવારે ભૂકંપના અનેક આંચકા અનુભવાયા ભૂકંપના અન્ય છ આંચકાઓની તીવ્રતા ૪.૫ થી ૬ની વચ્ચે હતી. આ તમામ આંચકા હુઆલિયન શહેરની પાસે આવ્યા
4/4

તાઇવાનમાં મંગળવાર વહેલી સવારે ભૂકંપના અનેક આંચકા અનુભવાયા ભૂકંપના અન્ય છ આંચકાઓની તીવ્રતા ૪.૫ થી ૬ની વચ્ચે હતી. આ તમામ આંચકા હુઆલિયન શહેરની પાસે આવ્યા 

તાઇવાનમાં મંગળવાર વહેલી સવારે ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતાં. જેમાં સૌથી શકિતશાળી ભૂકંપની તીવ્રતા ૬.૧ હતી તેમ યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

ભૂકંપમાં કોઇ જાનહાનિ થઇ નથી પણ બે બહુમાળી ઇમારતોને વધુ નુકસાન થયું છે જે આ મહિનાની શરૂઆતમાં આવેલા ૭.૪ તીવ્રતાના ભૂકંપ પછી ખાલી કરાવી દેવામાં આવી હતી. તે વખતે ભૂકંપને કારણે ૧૩ લોકોનાં મોત થયા હતાં અને ૧૦૦૦ લોકો ઘાયલ થયા હતાં.
યુએસજીએસના જણાવ્યા અનુસાર આજે આવેલા ૬.૧ તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર હુઆલિયન શહેરથી ૨૮ કિમી દક્ષિણમાં અને જમીનથી ૧૦.૭ કિમી નીચે હતું

?ref_src=twsrc%5Etfw">April 23, 2024

ભૂકંપના અન્ય છ આંચકાઓની તીવ્રતા ૪.૫ થી ૬ની વચ્ચે હતી. આ તમામ આંચકા હુઆલિયન શહેરની પાસે આવ્યા હતાં.

તાઇવાનના મોનિટરિંગ સેન્ટર અનુસાર શરૂઆતમાં આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા ૬.૩ હતી. અલગ અલગ મોનિટરિંગ સેન્ટર દ્વારા નોંધવામાં આવેલી તીવ્રતામાં સામાન્ય અંતર સ્વભાવિક છે. 

20 દિવસ પહેલા આવેલા ભૂકંપમાંથી તાઈવાનના લોકો હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યા ન હતા, ત્યારે ફરી એકવાર તાઈવાનની ધરતી ભૂકંપથી હચમચી ગઈ. અહીં એક જ રાતમાં ભૂકંપના 80 આંચકા અનુભવાયા હતા. તેમાંથી સૌથી શક્તિશાળી આંચકો 6.3ની તીવ્રતાનો હતો. આ ભૂકંપ પછી 3 એપ્રિલના ભૂકંપથી નુકસાન પામેલી ઇમારતો હવે એક તરફ નમેલી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર હુઆલીનના ગ્રામીણ ઈસ્ટર્ન કાઉન્ટીમાં હતું. અહીં 3 એપ્રિલે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા. આ શક્તિશાળી ભૂકંપ બાદથી તાઈવાનમાં સેંકડો ભૂકંપ આવી ચૂક્યા છે.

હુઆલીનના અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે 3 એપ્રિલે આવેલા ભૂકંપ બાદ એક હોટલને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપ બાદ તે વધુ નમેલી છે. જો કે, વિભાગે એ પણ માહિતી આપી હતી કે હાલમાં તે બિલ્ડિંગમાં હોટેલ ચલાવવામાં આવી રહી નથી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન