હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી EDએ જંગી રોકડ જપ્ત કરી નોટ ગણવાના મશીનો મંગાવાયા

Posted 2 years ago with 54 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: થોડા દિવસ પહેલા જ જ્યારે પીએમ મોદી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ કાર્યવાહી તેમની રેલીના થોડા દિવસો બાદ થઈ છે જેમાં મોટી રકમની રોકડ મળી આવી છે.

ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી EDએ જંગી રોકડ જપ્ત કરી નોટ ગણવાના મશીનો મંગાવાયા
1/2
ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી EDએ જંગી રોકડ જપ્ત કરી નોટ ગણવાના મશીનો મંગાવાયા
2/2

ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી EDએ જંગી રોકડ જપ્ત કરી નોટ ગણવાના મશીનો મંગાવાયા 

ED એ ઝારખંડના રાંચીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન રોકડ રૂપે મોટી રકમ જપ્ત કરી હતી. ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી EDએ આ જંગી રોકડ જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોકડ રૂપિયા 20 થી 30 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. હાલમાં નોટ ગણવાના મશીનો મગાવાઈ છે. 

ED એ ફેબ્રુઆરી 2023માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે. રામની ધરપકડ કરી હતી. કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. 
EDનું માનવું છે કે આ કાળા નાણાંનો એક ભાગ છે. થોડા દિવસ પહેલા જ જ્યારે પીએમ મોદી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ કાર્યવાહી તેમની રેલીના થોડા દિવસો બાદ થઈ છે જેમાં મોટી રકમની રોકડ મળી આવી છે.
આલમગીર આલમ પાકુર વિધાનસભાથી ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં રાજ્ય સરકારમાં સંસદીય બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રી છે. આ પહેલા આલમગીર આલમ 20 ઓક્ટોબર 2006 થી 12 ડિસેમ્બર 2009 સુધી ઝારખંડ વિધાનસભાના સ્પીકર પણ હતા. રાજકારણનો વારસો મેળવ્યા બાદ આલમગીરે સરપંચની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 2000માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારથી અત્યાર સુધીમાં 4 વખત ધારાસભ્ય બન્યા છે.  

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.