હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

કોંગ્રેસ ગઠબંધન બહુમતી તરફ જમ્મુ-કાશ્મીરમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક હરિયાણામાં ભાજપ આગળ જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ

Posted 1 year ago with 28 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. પીડીપી 5 બેઠક પર

કોંગ્રેસ ગઠબંધન બહુમતી તરફ જમ્મુ-કાશ્મીરમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક હરિયાણામાં ભાજપ આગળ જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ
1/1

કોંગ્રેસ ગઠબંધન બહુમતી તરફ જમ્મુ-કાશ્મીરમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક હરિયાણામાં ભાજપ આગળ 

જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. એવામાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ દેશ માટે ખાસ છે. સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ થવાની છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. આ વખતે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. 

જ્યારે મહબૂબા મુફ્તીની PDP તથા ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડી હતી. ઉરી વિધાનસભા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના સજ્જાદ શફી આગળ ચાલી રહ્યા છે. શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પરથી ભાજપના બલદેવ રાજ શર્મા આગળ ચાલી રહ્યા છે. ત્રાલ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુરિન્દર સિંહ આગળ છે.

કોંગ્રેસ ગઠબંધન બહુમતી તરફ

જમ્મુ-કાશ્મીરમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક પહોંચી ગયું છે. કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. પીડીપી 5 બેઠક પર 

કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું, 'અમને વિશ્વાસ છે કે આજે અમને દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જલેબી મોકલવાના છીએ. અમને વિશ્વાસ છે કે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.'

બંને સીટો પર ઓમર અબ્દુલ્લા આગળ છે

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ અને એનસીના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લા પ્રારંભિક વલણોમાં બંને સીટો પર આગળ ચાલી રહ્યા છે. તેઓ બડગામ અને ગાંદરબલથી ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસે ઉજવણી શરૂ કરી 

એક તરફ જ્યાં મતગણતરી શરૂ જ થઈ હતી ત્યાં દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ જીતની આશા સાથે ઉજવણી શરૂ કરી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.