ભારતનું રાજકારણ હવે તળીયે પહોંચી ગયું છે. કલણમાં ખૂંચતું જાય છે. 2024ની ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે જીવ સટોસટની બની રહી છે. એક સત્તા ટકાવવા મથે છે. બીજો પક્ષ તેને પછાડી ફરી સત્તારૂઢ થવા મચે છે. ચૂંટણી યુદ્ધ સમાન બની રહી છે.
એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વૉરની જેમ તમામ નીતિ નિયમો કોરાણે મુકાઈ ગયા છે.બંને પક્ષો વચ્ચે પોસ્ટર વૉર શરૂ થઇ ગઈ છે. રાહુલ ગાંધીએ x પર એક પોસ્ટર શેર કર્યું છે જેમાં વડાપ્રધાન મોદી માત્ર દેશના 25 જેટલા ઉદ્યોગપતિઓને અબજોપતિ બનાવવા માંગે છે તે દર્શાવ્યું
છે . જયારે રાહુલ ગાંધી દેશની જનતા ને લખપતિ બનાવવા માંગે છે તે દર્શાવ્યું છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ બંને પક્ષોની સોશિઅલ મીડિયા ટિમ સતત એક બીજા પર કોમેન્ટનો મારો ચલાવી રહ્યા છે.
ભૂતકાળમાં ભાજપ દ્વારા સોશિઅલ મીડીયા ઉપર રાહુલ ગાંધીનું એક પોસ્ટર પોસ્ટ કરવામાં આવ્યું છે. ત્યારે પણ આવીજ બબાલ શરુ થઇ હતી . શું હતું તે પોસ્ટરમાં તે જોઈએ .રાહુલ ગાંધીને તે સમયે રાવણ જેવા દસ મસ્તક વાળા દર્શાવવામાં આવ્યા હતા. તેના જવાબમાં કોંગ્રેસનાં એક પોસ્ટરમાં વડા પ્રધાન મોદીને અદાણીની એક કઠપૂતળી સમાન દર્શાવવામાં આવ્યા છે.
પક્ષો વચ્ચે વાસ્તવમાં તો ચૂંટણીની શરૂઆતમાં જ તનાતની શરૂ થઇ ગઈ હતી. ત્યારે સૌથી પહેલાં કોંગ્રેસે સોશ્યલ મીડીયા એક્સ ઉપર એક પોસ્ટર શેર કરી પી.એમ. મોદીને અદાણીની કઠપુતળી દર્શાવવા સાથે તેમણે દુનિયાના સૌથી મોટા જૂઠા બોલા તરીકે નીચે લખવામાં આવ્યું હતું. એક અન્ય પોસ્ટરમાં મોદીનો જુમલા વોર (હવાઈ કીલ્લાઓ દર્શાવનાર) તરીકે દેખાડાયા હતા. આથી ભાજપે તે સામે એક અન્ય પોસ્ટર ટ્વિટ કર્યું જેમાં રાહુલ ગાંધીને નવા યુગના રાવણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરનાં કેપ્શનમાં લખ્યું છે કે નવા યુગનો રાવણ અહીં છે. ધર્મ વિરોધી તેનો ઉદ્દેશ્ય ભારતને નષ્ટ કરવાનો છે.
આ અંગે વિશ્લેષકો કહે છે કે જવાહરલાલ નહેરૂથી શરૂ કરી છેક ઇંદીરા ગાંધી એ મનમોહન સિંહના સમય સુધી પણ રાજકારણમાં સામ સામા પ્રહારો તો પક્ષો કરતા જ હતા. છતાં ગૌરવ જાળવવામાં આવતું હતું. ત્યારે કદીએ વ્યક્તિગત આક્ષેપો થતા નહીં. સોનિયા ગાંધી પણ કદી મર્યાદા ચૂકી બોલ્યાં નથી. અટલ બિહારી વાજપેયીથી શરૂ કરી નરેન્દ્ર મોદી સુધી સૌએ ગૌરવ જાળવ્યું છે કદીએ વ્યક્તિગત આક્ષેપો થતા નહીં. સોનિયા ગાંધી પણ કદી મર્યાદા ચૂકી બોલ્યાં નથી. અટલ બિહારી વાજપેયીથી શરૂ કરી નરેન્દ્ર મોદી સુધી સૌએ ગૌરવ જાળવ્યું છે.
?ref_src=twsrc%5Etfw">May 4, 2024
આ પોસ્ટર વોર્સનો વચગાળાના મધ્યમાન અને મોટા થઇ પડેલા કહેવાતા પક્ષ નેતાઓનાં જ ભેજાંની નિપજ છે. આ
સમયે સબકો સન્મતિ દે ભગવાન્ તે ગાંધી બાપુનું સૂત્ર યાદ કરીએ . દેશ આઝાદ થયો ત્યારે થોડાક વર્ષો પછી એક ચૂંટણીની વાતમાં આ તબક્કે ફીરોઝ ગાંધી યાદ આવે છે. તેઓ એક ગામમાં સભાને સંબોધન કરવા જતા હતા ત્યારે તેમના પ્રતિસ્પર્ધી તે ગામથી દૂરનાં ગામે સભા સંબોધવા જતા હતા. તેમની મોટર બગડી ગઈ. ફીરોઝ ગાંધીએ તેમને પોતાની મોટરમાં લીધા અને પોતાનાં સભા સ્થળથી દૂર આવેલાં ગામે તેમને ઉતારી પાછા ફરી પોતાનાં સભા સ્થળે ગયા. ફીરોઝ ગાંધીની મોટર પસાર થતી હતી ત્યારે તેઓ બોલ્યા હતા 'રામ પદયાત્રી, દશાનન રથારૂટ હોના' ફીરોઝ ગાંધીએ મોટર ઉભી રાખી તેમને મોટરમાં બેસાડી દીધા. રાજનેતાઓની આ ભાવના નષ્ટ થઇ ગઈ હોય તેમ લાગે છે.
વર્ષ ૨૦૨૩માં જયારે બીજેપીએ પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર રાહુલ ગાંધીનું પોસ્ટર લગાવ્યું છે. જેમાં રાહુલ ગાંધીને રાવણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આ કાર્યવાહી પર ભાજપની આકરી ટીકા પણ કરી હતી .
કોંગ્રેસે મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે,"પોસ્ટરનો હેતુ સ્પષ્ટપણે રાહુલ ગાંધી વિરુદ્ધ હિંસા ભડકાવવાનો હતો. જેમના પિતા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સ્વર્ગસ્થ દાદી, વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા ભારતના ભાગલા પાડવા માગતી શક્તિઓ દ્વારા કરવામાં આવી હતી. તેનો સ્પષ્ટપણે માત્ર એક જ ઉદ્દેશ્ય છે, કોંગ્રેસના સાંસદ અને પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો. વડાપ્રધાન માટે દરરોજ જૂઠું બોલવું અને તેઓ માનસિક રીતે બીમાર અને નાર્સિસ્ટિક ડિસઓર્ડરથી પીડિત હોવાનો પુરાવો આપવો એ એક બાબત છે. પરંતુ, તમારા પક્ષમાંથી આવી નફરતથી ભરપૂર સામગ્રી બનાવવી માત્ર સંપૂર્ણપણે અસ્વીકાર્ય નથી, પણ અત્યંત જોખમી પણ છે. અમે ડરતા નથી.ભૂતકાળમાં પાર્ટીના આઈટી વિભાગના વડા અમિત માલવીયાએ તેમના X હેન્ડલ પર રાહુલ ગાંધીના 10 માથાઓ સાથેનું પોસ્ટર પણ શેર કર્યું હતું. બીજેપીની પોસ્ટ બાદ કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢીએ પાર્ટી પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે તેઓ કેરળના વાયનાડથી લોકસભા સાંસદ રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ચિંતિત છે.
કોંગ્રેસ કહી રહી છે કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાની હારનો અહેસાસ કર્યા પછી ભાજપની આ ગભરાટ છે.
કોંગ્રેસના નેતાઓ કહેછેકે INDIA ભારત ગઠબંધનની રચનાથી તેઓ ગભરાટમાં છે. દેશની જનતા જાણે છે કે રાહુલ ગાંધી શું છે, તેઓ લોકોની પીડા સમજે છે. તેઓ મણિપુરના લોકો, શાકભાજી વિક્રેતાઓ અને બાઇક મિકેનિક્સ સાથે ઉભા છે. જો તમે કોઈને રાવણ કહો, જે જાહેરમાં સમય વિતાવતો હોય તો તે બતાવે છે કે તમારી અંદર કેટલો ડર છે. તે શરમજનક છે.રાહુલ ગાંધી સક્રિય મોડમાં આવવાથી ભાજપ વધુ હેબતાઈ ગયો છે. આ કારણે જ વડાપ્રધાન INDIAને 'કાટવાળું લોખંડ', 'અહંકારી ગઠબંધન' કહી રહ્યા છે અને તેની સરખામણી આતંકવાદી સંગઠનો સાથે પણ કરી રહ્યા છે. આ બધું ભાજપ અને વડાપ્રધાનનો ડર બતાવે છે.