હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદ ખાબક્યો ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમા ફેરવાયું વાંચો ક્યાં છે અતિભારે વરસાદની આગાહી

Posted 2 years ago with 158 views

Story by Paresh Vadhiya | 4 mins read

સમાચાર સારાંશ: માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમા ફેરવાયું

જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદ ખાબક્યો ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમા ફેરવાયું વાંચો ક્યાં છે અતિભારે વરસાદની આગાહી
1/2
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદ ખાબક્યો ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમા ફેરવાયું વાંચો ક્યાં છે અતિભારે વરસાદની આગાહી
2/2

જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદ ખાબક્યો ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમા ફેરવાયું વાંચો ક્યાં છે અતિભારે વરસાદની આગાહી 

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમા ફેરવાયું છે અને લોકોનાં ઘરમાં ગોઠણસમા પાણી ભરાયાના દ્રસ્યો સામે આવ્યા છે .હાલ ભારે વરસાદ ને કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ રહ્યું છે જ્યારે વરસાદ અવિરત વરસી રહ્યો છે

જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદ ખાબક્યો ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમા ફેરવાયું વાંચો ક્યાં છે અતિભારે વરસાદની આગાહી

 આ ઉપરાંત કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પોરબંદર 14 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

 આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદ ખાબક્યો જેને કારણે અનેક રોડ રસ્તાઓ બંધ થયા છે . માંગરોળ -કેશોદ, માણાવદર, વંથલી તાલુકાના અનેક રસ્તાઓ બંધ થયાના સમાચાર મળી રહ્યા 

છે.કેશોદ - માંગરોળ,રૂદલપુર, સુલતાનપુર સોમનાથ પોરબંદર નેશનલ હાઇવે 

પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.કેશોદ - પાણખાણ, શીલોદર રોડ પાણખાણ,કેશોદ, માંગરોળ રોડ 

તથા કેશોદ - મંગલપુર, જોનપુર, બામણાસા રોડ ટીકર, મંગલપુર રોડ અને માણાવદર ,અગતરાય, કોયલાણા, કોઠડી રોડ.કોયલાણા ઇલારીની ઘાર માણાવદર તથા વંથલી - નરેડી બોડકા પીપલાણા સારંગપીપળી રોડ બંધ છે માંગરોળમાં ધોધમાર વરસાદ વરસતા માંગરોળને નોળી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ બની છે .સામે કાંઠાના ચાર ગામો તાલુકાથી સંપર્ક વિહોણા થયાના સમાચાર છે 

સેખપુર લંબોરા વિરપુર સકરાણા સહિતના ગામો થયા તાલુકા મથકથી થયાં સંપર્ક વિહોણા .નોળી નદિમા પુરની સ્થિતિ સર્જાઈ છે જેથી સામાકાંઠાના ગામોમાં તંત્ર દ્વારા ટેલીફોનીક સંપર્ક કરાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (19મી જુલાઈ) પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.20મી જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ અને નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

21 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભાર વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં પડી શકે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન