સમાચાર સારાંશ: સુપ્રીમ કોર્ટે આજે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજી પર મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે
સુપ્રીમ કોર્ટે આજે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજી પર મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડ પર પણ વિચાર કરવો જોઈએ. આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ પણ ફગાવી દેવામાં આવી હતી.
Check out the facts at a glance of the #Phase2 poll in #Chhattisgarh
— Election Commission of India (@ECISVEEP)
वोट देने जायेंगे देश के लिए #IVote4Sure🇮🇳#YouAreTheOne#ChunavKaParv #DeshKaGarv #GeneralElections2024 #GoVote pic.twitter.com/NMlws4JRXVCheck out the facts at a glance of the #Phase2 poll in #Chhattisgarh
— Election Commission of India (@ECISVEEP) April 26, 2024
वोट देने जायेंगे देश के लिए #IVote4Sure🇮🇳#YouAreTheOne#ChunavKaParv #DeshKaGarv #GeneralElections2024 #GoVote pic.twitter.com/NMlws4JRXV
સુપ્રીમકોર્ટે તેના ચુકાદામાં વધુમાં કહ્યું કે ચૂંટણીના પરિણામ આવી ગયાના 7 દિવસ સુધીમાં ઉમેદવારો તપાસની માગ કરી શકશે અને તેના માટે જે કંઈ ખર્ચ આવશે તો તે ઉમેદવારે ભોગવવાનો રહેશે. આ સાથે સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વીવીપેટની તમામ સ્લિપ સાથે ઈવીએમને મેચ નહીં કરવામાં આવે.
અગાઉ આ કેસમાં જજ સંજીવ ખન્ના (Justice Sanjeev Khanna)એ ચૂંટણી પંચને સવાલો કરતા પૂછ્યું હતું કે, 'માઈક્રો કંટ્રોલર કંટ્રોલ યુનિટમાં હોય છે કે પછી VVPATમાં, માઈક્રો કંટ્રોલર વન ટાઈમ પ્રોગ્રામેબલ એટલે કે એક જ વખત પ્રોગ્રામ કરી શકાય છે કે ફરીથી પણ પ્રોગ્રામ કરી શકાય છે, તમારી પાસે કેટલા સિમ્બોલ લોડિંગ યુનિટ છે, તમે ડેટાને 30 દિવસ સુરક્ષિત રાખો છો કે 45 દિવસ અને તમામ ઈવીએમના ત્રણેય યુનિટની સીલિંગ એકસાથે કરવામાં આવે છે કે પછી કંટ્રોલ યુનિટ અને VVPATને અલગ રાખવામાં આવે છે?'
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



