હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
કલા અને સંસ્કૃતિ, વિશેષ વાંચન, રંગોના તરંગો

કલાગુરુ રવિશંકર રાવળ સ્થાપિત કુમાર ના શતાબ્દીવર્ષની ઉજવણી પ્રસંગે કલાતીર્થ દ્વારા પ્રકાશિત પંચામૃત ત્રીજું પુષ્પ કલાગંગોત્રીગ્રંથ ભાગ-19 ચિત્રકલા સંપદા 1 નું અવતરણ

Posted 2 years ago with 119 views

Story by Team Samachar Sathe | 8 mins read

સમાચાર સારાંશ: સામાયિક અને દૈનિકપત્ર તો સમયની સાથે ચાલે. સમય ગયે વિસરાઈ જાય. કિન્તુ 'કુમાર'ને વિસરવું પોસાય તેવું નથી

કલાગુરુ રવિશંકર રાવળ સ્થાપિત કુમાર ના શતાબ્દીવર્ષની ઉજવણી પ્રસંગે કલાતીર્થ  દ્વારા પ્રકાશિત પંચામૃત ત્રીજું પુષ્પ કલાગંગોત્રીગ્રંથ ભાગ-19 ચિત્રકલા સંપદા 1 નું  અવતરણ
1/1

કલાગુરુ રવિશંકર રાવળ સ્થાપિત કુમાર ના શતાબ્દીવર્ષની ઉજવણી પ્રસંગે કલાતીર્થ દ્વારા પ્રકાશિત પંચામૃત ત્રીજું પુષ્પ કલાગંગોત્રીગ્રંથ ભાગ-19 ચિત્રકલા સંપદા 1 નું અવતરણ 

કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કહ્યું લાગણીભીના વરસાદનાં અમીછાંટણા વચ્ચે કલાનાસાધકોને અર્પણ કરતા ધન્યતા અનુભવું છું .

કલાગુરુ રવિશંકર રાવળ સ્થાપિત કુમાર ના શતાબ્દીવર્ષની ઉજવણી પ્રસંગે કલાતીર્થ  દ્વારા પ્રકાશિત પંચામૃત ત્રીજું પુષ્પ કલાગંગોત્રીગ્રંથ ભાગ-19 ચિત્રકલા સંપદા 1 નું  અવતરણ

પ્રકાશક : કલાતીર્થ ટ્રસ્ટ

કલાગંગોત્રી- ગ્રંથ : 19

કુમાર:એક સદીની કલાયાત્રા ચિત્રકલાસંપદા, ભાગ : 1

સંપાદક : નિસર્ગ આહિર 

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા કુમારની શતાબ્દીવર્ષની ઉજવણી થઇ રહી છે ત્યારે કુમાર \\\"એક સદીની કલાયાત્રા\\\" અંતર્ગત વધુ એક કલાગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કહ્યું જણાવ્યું કે \\\'કુમાર\\\'નું ગુજરાત પર સાંસ્કૃતિક સામ્રાજ્ય રહ્યું છે. પરંતુ સો વર્ષના એના શાસનકાળમાં ઘણું બધું અતીતમાં અલોપ થયું.

 સામાયિક અને દૈનિકપત્ર તો સમયની સાથે ચાલે. સમય ગયે વિસરાઈ જાય. કિન્તુ કુમારને વિસરવું પોસાય તેવું નથી. અત્યંત સમૃદ્ધ જે કલાસામગ્રી પ્રકાશિત થઈ હતી તેને ભૂલી જઈએ એ તો આપણું સાંસ્કૃતિક પતન કહેવાય. એટલે જ, એક મિશન તરીકે, કુમારના સરી ગયેલા સમૃદ્ધ વારસાને પાંચ કલાગંગોત્રી ગ્રંથમાં પુન: પ્રકાશિત કરવાનો યજ્ઞ આરંભ્યો થયો છે. કલાતીર્થના આશ્રયે અને ઉપક્રમે આરંભાયેલ કલાશ્રેણીના \\\'કુમાર\\\' સંલગ્ન આ ત્રીજા પડાવ રૂપે, ચિત્રકલાસંપદાના પ્રાગટ્ય પ્રસંગે આપ સર્વને મળીને ખૂબ આનંદ થાય છે.

 કુમાર માત્ર ગુજરાતી જ નહીં, ભારતીય સંસ્કૃતિનું સર્વદર્શી દર્પણ બની રહ્યું. ચિત્રકલા વિશે ગુજરાતીમાં સ્વતંત્ર લેખન ઓછું થયું છે. કિન્તુ કુમાર તો ચિત્રકલા નો અદ્ભુત ખજાનો છે. એમાં પ્રકાશિત થયેલા લેખો, સચિત્ર સંશોધન, રંગીન તસવીરો, રેખાંકનો- એ બધું ગુજરાતી ભાષાનું ખૂબ મોંઘું ઘરેણું છે. ભારતીય કલાનાં અનેક અંગો વિશેના સંશોધનો પ્રગટ થયા છે, ભારતીય ચિત્રકલા ની સુક્ષ્મ માહિતી પ્રકાશિત થઈ છે, કલાકૃતિઓની ઐતિહાસિક વિગતો રજૂ થઈ છે, ચિત્રકલાના વિવિધ પાસાંઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યું છે. લેખશ્રેણીઓ પ્રગટ થઈ છે, બીજી ભાષાઓમાં લખાયેલ કલાસામગ્રીનો ગુજરાતીમાં અનુવાદ થયો છે, કલાકારોનો સર્વાંગી પરિચય આપવામાં આવ્યો છે, કલાકૃતિઓની સાર્વત્રિક બાબતો ચર્ચવામાં આવી છે. આ રીતે જોતાં તો કુમાર ચિત્રકલાનો સંપૂર્ણ કોશ જ બની રહે છે. અનેક અંકોમાં છૂટી છવાઈ જે કલાસામગ્રી છે તેને માત્ર ચિત્રકલા ના પરિપેક્ષમાં અહીં સંકલિત કરવામાં આવી છે. એવા બે ભાગ પ્રકાશિત કરવાની નેમ હતી, જેમાંનો આ પ્રથમ ભાગ આપ સર્વના કરકમળોમાં ધરતાં હું ખૂબ જ આનંદ અનુભવું છું.       

  ચિત્રવવીથિકા માટેનો અંગ્રેજી શબ્દ છે આર્ટ ગેલેરી.. હા, આ કુમારમાંની સામૂહિક આર્ટ ગેલેરી છે. ભારતીય અને વિશ્વકલાના અનુપમ અંગો એની સંપૂર્ણતાના પ્રદર્શિત કરવાનો, ઉદ્ઘાટિત કરવાનો નમ્ર પ્રયાસ છે. ચિત્ર વિષયક બંને કલાગંગોત્રી ગ્રંથોમાં ચિત્રકલા વિશેની અને અનેકાંગી વિગતો પ્રાપ્ત થશે. અત્યંત સમૃદ્ધ એવા અજંતા ઈત્યાદિના ગુફાચિત્રો, બાઘ ઈત્યાદિનાં ભીંતચિત્રો, લઘુચિત્રોની સમૃદ્ધ પરંપરાઓ અને વિવિધ શૈલીઓ, આધુનિક કલાપદ્ધતિઓ, સાંપ્રત કલાપ્રવૃત્તિઓ, કલાકારોનો પરિચય, કલાકૃતિઓની બહુ આયામી ઓળખ, કલા વિશેની તાત્વિક ચર્ચા- આ બધો ખૂબ સમૃદ્ધ ભંડાર છે. કલાના એ નિધિ થકી ગુજરાત રળિયાત થશે એવી આશા છે.

કુમાર સંજ્ઞાથી જ વયની એક અવસ્થા સમાયેલી છે. વળી, કુમારનું સૂત્ર જ એનો ઉદેશ્ય છે. ઊગતી પ્રજાનું માસિક કેઆવતીકાલના નાગરિકોનું માસિકસૂત્ર દ્વારા મૂલત: કુમળી વયથી જ સંસ્કારસિંચન અને ઘડતરનો આશય વણી લેવામાં આવ્યો છે. આ ઉદેશ્ય જ ગુજરાતીનું આભૂષણ બની રહ્યો. વર્ષ 1994 થી આજપર્યંત કુમાર સર્વાંગી ઘડતર કરતું આવ્યું છે. પરંતુ સામયિક રૂપે પ્રકાશિત અત્યંત સમૃદ્ધ સામગ્રી તો બધાં માટે ઉપલબ્ધ ન જ હોય \\\'કુમાર\\\' ટ્રસ્ટ દ્વારા ગત તમામ અંકોનું ડીજીટલાઇઝેશન કરવામાં આવ્યું છે એ ખૂબ જ પ્રશસ્ત્ય બાબત છે. પરંતુ એની મર્યાદા એ છે કે બધા અંકોમાંથી પસાર થઈ માત્ર કલાલક્ષી સામગ્રી અલગ તારવવી મુશ્કેલ બની રહે. જે વાંચન પ્રિય માણસો છે એની પ્રતીતિ એવી રહી છે કે પુસ્તકો મુદ્રિત થયેલાં હોય એને વાંચવાની જ મજા આવે, ડિજિટલાઈઝડઈ-કન્ટેન્ટ નહિ. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને સાંપ્રતના, તેમજ આવતીકાલના ગુજરાતી નાગરિકો લક્ષી તમામ સામગ્રી પાંચ ગ્રંથોમાં પ્રકાશિત કરવાનું નિર્ધારિત કર્યું છે. આ એક સાંસ્કૃતિક યજ્ઞ છે. કલાકીય સેવા છે એમ હું માનું છું. સામયિકોમાં પ્રકાશિત ઉત્તમ સામગ્રી એના સંકલિત રૂપમાં પ્રાપ્ત થાય એનો વિશેષ આનંદ હોય જ. એ આનંદના આપ સૌ ભાગીદાર છો એટલે ઉમંગ- ઉમળકો બેવડાય છે...

 કુમારની આ ગ્રંથના સંપાદનનું મહત્વ અને અગત્યનું કાર્ય ઉત્તમ રીતે કરી આપનાર નિસર્ગ આહીરનો ખાસ રૂણી છું ગુણાનુંરાગી સર્વ જનચેતનાનો પણ આભારી છું.. કેમ કે આપ સર્વની પ્રેરક સહાયથી મારી કલાયાત્રા ગતિશીલ અને ગુણવંતી રહી છે.. આ પવિત્ર કાર્યમાં મારી પડખે ઊભા રહીને મારા કાર્યને પ્રમાણ્યુ છે એવા હેરિટેજ ફાઉન્ડેશન મુંબઈ ચેપ્ટરના ડાયરેક્ટર અને લેખક શ્રીમતી અનિતા કોરડે, મુંબઈ. સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક અને એડિશનલ કલેક્ટર રેખાબા સરવૈયા પોરબંદરનો હૃદયસ્થ ભાવધરીને સૌનો આભાર માનીને અંતરની લાગણી વ્યક્ત કરું છું.. \\\"કુમાર\\\" એક સદીની કલાયાત્રા: ચિત્રકલાસંપદા- ભાગ=1 કલાગંગોત્રી ગ્રંથ 19 ના નિર્માણમાં ભાવપુષ્પો અર્પણ કરીને સહયોગી બનેલા શ્રોફ ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ - મુંબઈ અને કાંતિસેન શ્રોફ આર્ટ ફાઉન્ડેશનનો હરખના હેતથી આભાર માની ચરણ વંદન કરું છું... 

332 સુવર્ણ પુષ્ટે આકાર પામેલો આ કલાગંગોત્રી -ગ્રંથ આપના ચરણોમા અર્પણ કરતા ધન્યતા અનુભવું છું.. આજના આ ગૌરવંતા પવિત્ર દિવસે આપણને સૌને માં શારદા વધુ ઉન્નત, વ્યાપક ,ગહન સેવા કરવાનુ બળ આપે અને કલા વિશ્વ વિચાર બને તેવી પ્રાર્થના સાથે વિરમું છું... વંદે માતરમ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.