હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

નકલી મહિલા અધિકારી પકડાઈ , પોતાને DySP ગણાવતી આણંદના સોજીત્રાની નિશા વ્હોરાની આણંદ LCBએ પૂછપરછ હાથ ધરી.

Posted 1 year ago with 23 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં DySP તરીકે નિમણૂંક પામી હોવાનો દાવો કરનાર સોજીત્રાની નિશા વોહરાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નકલી મહિલા અધિકારી પકડાઈ , પોતાને DySP ગણાવતી આણંદના સોજીત્રાની નિશા વ્હોરાની આણંદ LCBએ પૂછપરછ હાથ ધરી.
1/2
નકલી મહિલા અધિકારી પકડાઈ , પોતાને DySP ગણાવતી આણંદના સોજીત્રાની નિશા વ્હોરાની આણંદ LCBએ પૂછપરછ હાથ ધરી.
2/2

નકલી મહિલા અધિકારી પકડાઈ , પોતાને DySP ગણાવતી આણંદના સોજીત્રાની નિશા વ્હોરાની આણંદ LCBએ પૂછપરછ હાથ ધરી

હવે તો પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારી પણ નકલી હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. પોતાને પોલીસ અધિકારી ગણાવતી મહિલાની આણંદ LCBએ પૂછપરછ કરી. ગુજરાતમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજ્યમાં અવારનવાર નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ અને નકલી ડોક્ટર પકડાવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે આ નકલીના કૌભાંડમાં વધુ એક નકલી અધિકારી સામે આવ્યો છે. આ વખતે નકલી મહિલા અધિકારી પકડાઈ છે. પોતાને DySP ગણાવતી આણંદના સોજીત્રાની નિશા વ્હોરાની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

નકલી મહિલા અધિકારી પકડાઈ , પોતાને DySP ગણાવતી આણંદના સોજીત્રાની નિશા વ્હોરાની આણંદ LCBએ પૂછપરછ હાથ ધરી.

હવે તો પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારી પણ નકલી હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં DySP તરીકે નિમણૂંક પામી હોવાનો દાવો કરનાર સોજીત્રાની નિશા વોહરાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આણંદના સોજીત્રાની નિશા વ્હોરા પોતાને DySP તરીકે ઓળખાવતી હતી અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો તે દાવો કરતી હતી. બે વર્ષ પહેલા તેણે GPSCમાં પ્રથમ રેન્ક સાથે પરીક્ષા પાસ કરી હોવાની ખોટી પ્રસિદ્ધિ મેળવી હતી. એટલું જ નહીં, પણ સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અભિનંદન આપ્યા હતા.

નિશા વહોરાનું સન્માન સોજીત્રાના ધારાસભ્ય અને મુખ્યમંત્રી પણ કરી ચુક્યા છે. જે-તે સમયે નિશા વ્હોરાએ GPSCની પરીક્ષા પાસ કરવા માટે સંઘર્ષની ખોટી કહાની પણ કહી હતી. તૈયારી માટે કોઈ ક્લાસિસ જોઈન કર્યા વગર જ આપબળે સફળતા મેળવી હોવાનો નિશાએ દાવો કર્યો હતો. જો કે, તપાસ કરતા જાણવા મળ્યું કે GPSCના રિઝલ્ટમાં ક્યાંય નિશાનું નામ જ નથી. નિશા વોહરા ક્યાંય નોકરી પણ નથી કરતી. તપાસ કરતા તમામ વાતો ઉપજાવી કાઢેલી નીકળી ત્યારે આણંદ પોલીસ હરકતમાં આવી ગઈ.

ત્યારે નકલી DYSPનું ભૂત ધૂંણતા આણંદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. નિશા વહોરાની આણંદ LCBએ પૂછપરછ હાથ ધરી છે. મોડી રાત સુધી મહિલા અધિકારીની ટીમ દ્વારા પૂછપરછ કરાઈ. પોતાને DYSP કહેતી નિશા વહોરા સામે સવાલો ઉભા થયા છે. નિશા વોહરાએ પોતાનો ખોટો પ્રચાર-પ્રસાર શા માટે કર્યો તે મોટો સવાલ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન