હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
કલા અને સંસ્કૃતિ

જાણીતા ચિત્રકાર મહેન્દ્રસિંહ એમ. દેવધરાનું બીજું સોલો પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું

Posted 2 years ago with 14 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મચિત્રકાર હેન્દ્રસિંહ એમ. દેવધરાની કલાયાત્રા વિષે થોડું જાણીએ *15 થી વધુ ગૃપ પેઇન્ટિંગ્સ એક્ઝિબીશન માં તેમણે ભાગ લીધો છે .

જાણીતા  ચિત્રકાર મહેન્દ્રસિંહ એમ. દેવધરાનું બીજું સોલો પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું
1/4
જાણીતા  ચિત્રકાર મહેન્દ્રસિંહ એમ. દેવધરાનું બીજું સોલો પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું
2/4
જાણીતા  ચિત્રકાર મહેન્દ્રસિંહ એમ. દેવધરાનું બીજું સોલો પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું
3/4
જાણીતા  ચિત્રકાર મહેન્દ્રસિંહ એમ. દેવધરાનું બીજું સોલો પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું
4/4

જાણીતા ચિત્રકાર મહેન્દ્રસિંહ એમ. દેવધરાનું બીજું સોલો પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું આપણી ભારતીય સંસ્કૃતી અને સંસ્કારીતાને પ્રોત્સાહિત કરવાના શુભ હેતુથી બનાવેલા પેઇન્ટિંગ્સનું સોલો ( one man show ) પ્રદર્શન તા. 12.03.2024 ને મંગળવારે સાંજે 4.30 વાગ્યે જેતલપૂર રોડ સ્થિત P.N.Gadgil આર્ટ ગેલેરીમાં શહેરના આંતરરાષ્ટ્રીય સુપ્રસિધ્ધ સિનીયર કલાકાર શ્રી જયંતભાઇ પરીખ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર શ્રી રાજેન્દ્ર દિંડોરકર તેમજ શહેરના કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલ અન્ય મહાનુભાવોના શુભ હસ્તે દિપ પ્રાગટ્ય કર્યા બાદ શ્રી સરસ્વતી માતાજીની પ્રાર્થના પછી પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું .. આ પ્રદર્શનમાં કેનવાસ પર ઓઇલ તેમજ એક્રેલિક કલરથી તથા પેપર પર પણ એક્રેલિક તેમજ વોટર કલરથી બનાવેલ પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે .. આપણા ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિને લોકભોગ્ય બનાવવા માટે મારા હૃદયની ઉર્મીઓને મારા આ *રિયાલિસ્ટિક તેમજ સેમી-રીયાલિસ્ટીક* અને અર્થસભર રચનાત્મકતાને પેઇન્ટિંગ્સ દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે .. ઉપસ્થિત મહાનુભાવોએ ચિત્રકાર મહેન્દ્રસિંહ એમ. દેવધરાના પ્રદર્શિત પેઇન્ટિંગ્સ તેમજ મારી કલાયાત્રા બાબતે પોતાની લાગણીસભર અભિવ્યક્તિને શુભેચ્છાઓ તથા શુભાશિષ આપી. આ પ્રદર્શન તા.17 માર્ચ સુધી દરરોજ વડોદરાની કલાપ્રેમીએ ખૂબજ માણ્યું . * મચિત્રકાર હેન્દ્રસિંહ એમ. દેવધરાની કલાયાત્રા વિષે થોડું જાણીએ *15 થી વધુ ગૃપ પેઇન્ટિંગ્સ એક્ઝિબીશન માં તેમણે ભાગ લીધો છે . *20થી વધુ આર્ટ કેમ્પમાં હેરીટેજ સ્થળો તેમજ સુંદર પ્રાકૃતિક સ્થળોએ અભ્યાસ તેમજ લાઇવ પેઇન્ટિંગ્સ કર્યા છે . *24 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા એવોર્ડ / મોમેન્ટોથી સન્માનિત કર્યો છે . *બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મળેલ છે .. *મધર બ્લેસ્ડ એવોર્ડ , બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ , તેમજ વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા કલા રત્ન એવોર્ડથી સન્માનિત કર્યો છે . *60 થી વધુ રિયાલિસ્ટિક રંગોળી પેઇન્ટિંગ્સ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રદર્શિત થયા છે . *લંડન , અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માં તેમનું પેઇન્ટિંગ્સનું કલેક્શન છે ..

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.