હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો ખેડૂત હિતલક્ષી નિર્ણય.નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો થકી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારને પૂરક સિંચાઈ માટે પાણી અપાશે

Posted 1 year ago with 78 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો થકી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારને પૂરક સિંચાઈ માટે પાણી અપાશે

રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો ખેડૂત હિતલક્ષી નિર્ણય.નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો થકી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારને પૂરક સિંચાઈ માટે પાણી અપાશે
1/1

રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો ખેડૂત હિતલક્ષી નિર્ણય.નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો થકી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારને પૂરક સિંચાઈ માટે પાણી અપાશે

નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો થકી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારને પૂરક સિંચાઈ માટે પાણી અપાશે

ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના આશરે ૬૦,૦૦૦ એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. 

નિર્ણયની અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, પૂરક સિંચાઈ માટે નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૦૨૯ MCFT તેમજ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૩૦૨ MCFT મળી કુલ ૨૩૩૧ MCFT નર્મદાનું પાણી આગામી તા. ૩૦મી જૂન, ૨૦૨૪ સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. 

મંત્રીએ જણાવ્યું કે, નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે. અગાઉ, નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૫૯૧ MCFT તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૬૦૦ MCFT મળી કુલ ૨૧૯૧ MCFT પાણીની પીવાના હેતુસર ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત, આગામી ચોમાસા પહેલા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર થાય, તે આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નર્મદાના પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજીત ૬૦,૦૦૦ એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.