હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે ૧૨ થી ૪ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિધાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં નિર્ણય

Posted 2 years ago with 58 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સમગ્ર ગુજરાતની કોચિંગ સંસ્થાઓએ આવનારા ૫ દિવસો દરમિયાન બપોરે ૧૨ થી ૪ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિધાર્થીઓના હિતમાં નિર્ણય કરેલ છે.

ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે ૧૨ થી ૪ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિધાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં નિર્ણય
1/1

ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે ૧૨ થી ૪ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિધાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં નિર્ણય

ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. આકાશમાંથી આગળની જ્વાળાઓ વરસી રહી છે. ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આવી છે.હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવાની સાથે બપોરના સમયે કામવગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવાનું સૂચન પણ કર્યું છે.

સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી સમજીને ફેડરેશન ઓફ એકેડમીક એસોસિએશન ગુજરાતે ઘટકસંઘો અને કોર કમિટી સાથે ઘનિષ્ટ ચર્ચા કરીને સમગ્ર ગુજરાતની કોચિંગ સંસ્થાઓએ આવનારા ૫ દિવસો દરમિયાન બપોરે ૧૨ થી ૪ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિધાર્થીઓના હિતમાં નિર્ણય કરેલ છે.
આપને જણાવી દઈએ કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચકાયેલો છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન