હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

આખરે મેઘરાજાએ આળસ ખંખેરી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં પડ્યો વરસાદ સૌથી વધુ મેંદરડા તાલુકામાં 3-5 ઇંચ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં દે ધનાધન ત્રણ ઇંચ વરસાદ

Posted 2 years ago with 85 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ચોમાસું નવસારીથી આગળ વધ્યું

આખરે મેઘરાજાએ આળસ ખંખેરી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં પડ્યો વરસાદ સૌથી વધુ મેંદરડા તાલુકામાં 3-5 ઇંચ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં દે ધનાધન ત્રણ ઇંચ વરસાદ
1/3
આખરે મેઘરાજાએ આળસ ખંખેરી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં પડ્યો વરસાદ સૌથી વધુ મેંદરડા તાલુકામાં 3-5 ઇંચ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં દે ધનાધન ત્રણ ઇંચ વરસાદ
2/3
આખરે મેઘરાજાએ આળસ ખંખેરી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં પડ્યો વરસાદ સૌથી વધુ મેંદરડા તાલુકામાં 3-5 ઇંચ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં દે ધનાધન ત્રણ ઇંચ વરસાદ
3/3

આખરે મેઘરાજાએ આળસ ખંખેરી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં પડ્યો વરસાદ સૌથી વધુ મેંદરડા તાલુકામાં 3-5 ઇંચ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં દે ધનાધન ત્રણ ઇંચ વરસાદ 

ચોમાસું નવસારીથી આગળ વધ્યું 13 દિવસ બાદ આખરે મેઘરાજાએ આળસ ખંખેરી છે અને હવે ચોમાસું નવસારીથી આગળ વધ્યું છે. છેલ્લા અમૂક દિવસોથી સાનુકૂળ પરિસ્થિતિ ન થતા ચોમાસું નવસારીમાં જ અટવાયું હતુ.હવે ચોમાસું નવસારીથી આગળ વધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમૂક ભાગોમાં બેઠું છે, નવસારીથી આગળ વધી નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર સુધી ચોમાસું પહોંચ્યુ છે, તો સાથે અમરેલી અને ભાવનગરમાં પણ ચોમાસું બેઠું છે. આખરે ચોમાસું આગળ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં 24થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં 24થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે. સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ પડી શકે છે. દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ વરસી શકે.

જૂનાગઢઃ ધોધમાર વરસાદના કારણે નદીમાં પૂર

જૂનાગઢઃ ધોધમાર વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ છે. નદીના ધસમસતા પ્રવાહમાં બે પશુ તણાયા છે.કોઝ-વે પરથી પસાર થતી વખતે કેશોદના પ્રાંસ્લી ગામે બિલ્યા નદીમાં બે પશુ તણાયા છે.

બનાસકાંઠા પંથકમાં વરસાદી માહોલ

બનાસકાંઠા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. લાખણી, દિયોદર, થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. લાખણીના કુડા, સેકરા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદ

જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. મૂળીલા, ખરેડી,જસાપર,બાલંભડી,ખીજડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યુ છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયો છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદનું આગમન

મણીનગર, કાલુપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ

વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં પડ્યો વરસાદ

 સૌથી વધુ મેંદરડા તાલુકામાં 3-5 ઇંચ વરસાદ

 દ્વારકાના ખંભાળિયામાં પણ દે ધનાધન ત્રણ ઇંચ વરસાદ 

 સંખેડા ,સુબીર અને તલાલામાં અઢી- અઢી ઇંચ વરસાદ 

મુન્દ્રા ,જુનાગઢ, વંથલી કાલાવડ ,બોટાદ અને વિસાવદરમાં સવા બે ઇંચ વરસાદ

દ્વારકાના ખંભાળિયામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નગર ગેટ, શોની બજાર,રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.