સમાચાર સારાંશ: આજે મોંઘવારી અને ટેક્સના મોરચે લોકોને મોટી રાહત મળે તેવી શક્યતા
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે બજેટની નકલ સંસદ ભવનમાં પહોંચી
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે. સવારે 11 વાગ્યાથી બજેટ રજૂ થવાની શરૂઆત થશે. આજે મોંઘવારી અને ટેક્સના મોરચે લોકોને મોટી રાહત મળે તેવી શક્યતા છે. કોર્પોરેટ જગત પણ મોદી સરકારના આ બજેટની રાહ જોઇ રહ્યું છે.
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે. સવારે 11 વાગ્યાથી બજેટ રજૂ થવાની શરૂઆત થશે. આજે મોંઘવારી અને ટેક્સના મોરચે લોકોને મોટી રાહત મળે તેવી શક્યતા છે. કોર્પોરેટ જગત પણ મોદી સરકારના આ બજેટની રાહ જોઇ રહ્યું છે. આજે સંસદમાં બજેટ રજૂ થાય તે પહેલાં સવારે 10:25 વાગ્યે સંસદમાં કેબિનેટની બેઠક યોજાશે, જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. આ દરમિયાન, બજેટની નકલ સંસદ ભવનમાં પહોંચી ગઈ છે. આ દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે.છેલ્લા કેટલાક સપ્તાહો શેર બજાર માટે ભારે ચઢાવ ઉતાર ભર્યા રહ્યા છે. દેશ અને દુનિયામાં મોંઘવારી અને મંદીના એંધાણ વરતાઇ રહ્યા છે ત્યારે નાણામંત્રીના પટારામાંથી જરુરિયાત મંદ લોકો માટે શું નિકળે છે તેની સૌ કાગડોળે રાહ જોઇ રહ્યા છે. નોકરીયાત વર્ગ પણ ટેકસમાંથી રાહત માંગી રહ્યો છે.
કૃષિ અને શ્રમ રોજગાર ક્ષેત્રને પણ સકારાત્મક નિર્ણયોની અપેક્ષા છે. મોંઘવારી અને સ્થિર વેતનની વૃધ્ધિ સામે ઝઝુમી રહેલો નોકરીયાત વર્ગ આવકના દરો અને સ્લેબમાં પરિવર્તનની આશા રાખી રહ્યો છે.નાણામંત્રી રાજકોષિય ઘટાડાને ઓછો કરવા માટે આર્થિક વર્ષ 2025-26માં બજેટમાં આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવા માટે કેટલાક કડક નિર્ણયો પણ લઇ શકે છે. કૃષિ ક્ષેત્રમાં રાહત પેકેજ તથા સબસિડી પણ જાહેર થઇ શકે છે. વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોને બિયારણ-ખાતર જેવી ખેતીની જરુરિયાતો પુરી પાડવા માટે અપાતી કિસાન સન્માન નીધિની રકમમાં પણ વધારો થઇ શકે છે. બજેટમાં સરકારે અર્થતંત્રની મજબૂતીની સાથે લોકોની જરુરીયાત અને આશા અપેક્ષાનો પણ તાલમેલ બેસાડવો પડશે.
ભારતમાં વધતાં સ્વાસ્થ્ય સેવા ખર્ચને ધ્યાનમાં રાખતાં કલમ 80TTB અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 50000ની વર્તમાન મર્યાદા વધારી ઓછામાં ઓછી રૂ. 1 લાખ કરવી જોઈએ. આ મર્યાદા સંશોધિત આરબીઆઈ દ્વારા અપેક્ષિત રેપો રેટમાં ઘટાડાના કારણે વ્યાજદરોમાં સંભવિત અછતને સંતુલિત કરવામાં મદદ કરશે. આ ફેરફારોથી વધુને વધુ લોકો નવી ટેક્સ વ્યવસ્થા સાથે જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૌથી પહેલા તો બજેટ શબ્દની ઉત્પતિ વિષે જાણીએ તો, ફ્રેન્ચ શબ્દ bougette પરથી બજેટ શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. એવું માનવામાં આવે છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે છે, તેથી નાણામંત્રી પણ તેમના દસ્તાવેજો ચામડાની થેલીમાં લઈને સંસદ પહોંચે છે. આ શબ્દ બ્રિટનમાં પ્રચલિત હતો અને ત્યારબાદ તે ભારતમાં પ્રચલિત થયો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



