હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

તાપી નદીની જળકુંભી બની આફત રૂપ સ્વિમિંગની તાલીમ લેતા ફાયર વિભાગના જવાનો માટે આફતરૂપ તાપી નદીમાં જળકુંભીની સમસ્યા હોવાથી પાણીની ગુણવત્તાને અસર

Posted 2 years ago with 62 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: તાપી નદીના કોઝવે પાસે જમા થયેલી જળકુંભીના કારણે ભારે દુર્ગંધ આવી રહી છે

તાપી નદીની જળકુંભી બની આફત રૂપ  સ્વિમિંગની તાલીમ લેતા ફાયર વિભાગના જવાનો માટે આફતરૂપ તાપી નદીમાં જળકુંભીની સમસ્યા હોવાથી પાણીની ગુણવત્તાને અસર
1/2
તાપી નદીની જળકુંભી બની આફત રૂપ  સ્વિમિંગની તાલીમ લેતા ફાયર વિભાગના જવાનો માટે આફતરૂપ તાપી નદીમાં જળકુંભીની સમસ્યા હોવાથી પાણીની ગુણવત્તાને અસર
2/2

તાપી નદીની જળકુંભી બની આફત રૂપ

 સ્વિમિંગની તાલીમ લેતા ફાયર વિભાગના જવાનો માટે આફતરૂપ
તાપી નદીમાં જળકુંભીની સમસ્યા હોવાથી પાણીની ગુણવત્તાને અસર

સુરત પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓને સ્વીમીંગ તથા પાણીમાં ડૂબતા લોકોને બચાવવા માટે તાલીમ આપવા કોઝવેનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક દિવસથી સુરત પાલિકાના ફાયર વિભાગના સ્ટાફ કોઝવે ખાતે તાલીમ માટે આવે છે પરંતુ આ જગ્યાએ ભેગી થયેલી જળકુંભી વિલન બની રહી છે. આ પહેલા પાલિકાના ઇન્ટેક વેલ માટે આફતરૂપ બનતી જળકુંભી સ્વીંગ પ્રેક્ટીસ માટે પણ આફતરૂપ બની રહી છે. 

તાપી નદીના કોઝવે પાસે જમા થયેલી જળકુંભીના કારણે ભારે દુર્ગંધ આવી રહી છે તેવી સ્થિતિમાં આ જળકુંભી વચ્ચે સુરત પાલિકાના ફાયર જવાનો સ્વીમીંગ સહિતની તાલીમ લેવા માટે મજબૂર બન્યા છે. તાપી નદીમાં જળકુંભીની સમસ્યા હોવાથી પાણીની ગુણવત્તાને બગાડી રહી છે. તો બીજી તરફ આ જળકુંભીના કારણે અનેક વખત પાલિકાના ઇન્ટેક વેલ પર પણ માઠી અસર થાય છે. 

હાલ આકાશમાંથી આકરી ગરમી પડી રહી છે ત્યારે કોઝવે પાસે ભેગી થયેલી જળકુંભી વોટર વર્કસ કે ઇન્ટેક વેલ માટે નહી પરંતુ પાલિકાના ફાયર જવાનોની પ્રેક્ટિસ કે તાલીમ માટે વિલન બની રહી છે. સુરત પાલિકાના ફાયરના જવાનોને પાણીની કામગીરી માટેની તમામ પ્રકારની તાલીમ કોઝવે પર આપવામા આવે છે. પરંતુ હાલમાં કોઝવે પાસે જળકુંભીનો જથ્થો જમા થયો છે અને પાલિકા તંત્ર દ્વારા આ જથ્થો દુર કરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે ફાયરના જવાનોને જળકુંભી વચ્ચે તાલીમ આપવામાં આવી રહી છે જે જોખમી પણ છે. જળકુંભીનો જથ્થો હોય અને તેમાં કોઈ ફસાય તો જાનહાની પણ થઈ શકે છે. આ ઉપરાંત તેની દુર્ગંધના કારણે પણ ફાયરના જવાનોને મુશ્કેલી પડી શકે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન