હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરવા હજારોની મેદની ઉમટી, 'અમર રહો ના'નારા લાગ્યા અંતિમ સંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવ્યા .

Posted 1 year ago with 21 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: ભાજપના કાર્યકરો, મોટા નેતાઓ અને અસંખ્ય સમર્થકો વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી હતી

પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરવા હજારોની મેદની ઉમટી, 'અમર રહો ના'નારા લાગ્યા અંતિમ સંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવ્યા .
1/1

પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરવા હજારોની મેદની ઉમટી, 'અમર રહો ના'નારા લાગ્યા અંતિમ સંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવ્યા . 

વિજય રૂપાણીને રાજકોટમાં ગાર્ડ ઑફ ઓનર: અમિત શાહ, CM પટેલ સહિત દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ અર્પી

પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરવા હજારોની મેદની ઉમટી, 'અમર રહો ના'નારા લાગ્યા અંતિમ સંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવ્યા .

રાજકોટ: 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન AI 171 ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. 

પ્લેન ક્રેશ દુર્ઘટનાના 70 કલાક બાદ તેમના DNA મેચ થયા બાદ રૂપાણી પરિવારને તેમનો પાર્થિવદેહ સોંપવામાં આવ્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દિવંગત નેતાના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. આજે તેમના અંતિમ સંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવ્યા . 

મળતી વિગતો અનુસાર સ્વર્ગસ્થ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પાર્થિવદેહને અમદાવાદથી હવાઈ માર્ગે હીરાસર એરપોર્ટ લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી ઓવરબ્રિજ પર વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે લાઈન લાગી હતી. 

સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત અનેક રાજકીય મહાનુભાવો રાજકોટ પહોંચી ગયા હતા ઉપરાંત ભાજપના કાર્યકરો, મોટા નેતાઓ અને અસંખ્ય સમર્થકો વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી હતી 

વિજય રૂપાણીના પાર્થિવદેહને લઈને પરિવાર બહુમાળી ભવન ચોક ખાતે પહોંચતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આમ્રપાલી બ્રિજ પાસેથી પસાર થતી વખતે શહેરવાસીઓએ પુષ્પ અર્પણ કરીને પૂર્વ મુખ્ય પ્રધાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ, પાર્થિવદેહને કિસાનપરા ચોકથી હનુમાન મઢી તરફ થઈને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે. અંતિમ યાત્રાના રૂટ પર વિજયભાઈ 'અમર રહો ના'નારા લોકોએ લગાવ્યા હતા.

 ૧૨ જૂનના રોજ અમદાવાદમાં સર્જાયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો પાર્થિવ દેહ આજે રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. આ શોકપૂર્ણ ક્ષણે તેમના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજકીય મહાનુભાવો અને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિજય રૂપાણીને તેમના નિવાસસ્થાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે રાજકોટ પહોંચ્યા હતા અને તેમણે રૂપાણીના નિવાસસ્થાને જઈને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય મહાનુભાવોએ વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

વિજય રૂપાણીના નિધનથી માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.