*ગામે ગામથી કોઠાસૂઝ જ્ઞાન ને શોધવા અને સન્માનવા માટે લોકજ્ઞાન સંકલન ઝુંબેશ*
*વડીલો પાસે રહેલ કોઠાસૂઝ જ્ઞાન વીસરાઈ જાય તે પહેલાં જ્ઞાન સંકલન કરી, જ્ઞાન નું ધોવાણ અટકાવવાની આ ઝુંબેશ માં આપ જોડાશો ને??*
*તમારા ગામની આજુબાજુ ગ્રામીણ સંશોધકો હોય તો તેમની જાણકારી અમને નીચે આપેલ google ફોર્મ માં ભરી સૃષ્ટિ સંસ્થા સુધી પહોંચાડી શકો છો*.
ગુજરાત ની ગ્રામવિદ્યાપીઠોમાં ભણતા વિદ્યાર્થીઓએ છેલ્લા 30 વર્ષથી ઉનાળુ વેકેશન દરમ્યાન પોતાના ગામની આસપાસથી નવીન સંશોધન અને પરંપરાગત જ્ઞાન ને શોધવાનું અદભુત કાર્ય કરતા રહ્યા છે. આ વર્ષે પણ આ પરંપરા ને અવિતરત જાળવી રાખવા બહુ બધા વિદ્યાર્થીઓ અને વોલેન્ટીયર આગળ આવ્યા છે તેનો સૃષ્ટિ પરિવારને આનંદ છે.
આપ સહુ જાણો છો તેમ વર્ષ 1987-88માં લોક જ્ઞાન સંકલન નું કાર્ય ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓની મદદથી અનૌપચારિક રીતે હનીબી નેટવર્ક શરૂ થયું હતું. આ કાર્ય ને ટેકો આપવા 1જૂન,1993 માં સૃષ્ટિ સંસ્થાની ટ્રસ્ટ તરીકે વિધિવત નોંધણી થઈ હતી.
સૃષ્ટિ સંસ્થાની સ્થાપના, ક્રમશ: વિકાસ અને સંચાલન માં વર્ષોથી ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓ સક્રિય રહ્યા છે, તે સહુ માટે ગૌરવ ની બાબત છે.
વર્ષ 2024 ના ઉનાળુ વેકેશન દરમ્યાન પણ વિધાર્થીઓ અને વોલેન્ટીયર એ પોતાના ગામની આજુબાજુ માંથી કોઠાસૂઝ ને શોધવાનું અભિયાન હાથ ધર્યું છે.
વણ ઓળખાયેલ ગ્રામીણ ઇનોવેટર ને શોધવા અને તેમનું ઇનોવેશન/પ્રયોગ/પદ્ધતિ/અખતરો/અથવા સમસ્યા ઉકેલવા માટે ના નવીન વિચાર ને આગળ વધારવા વિદ્યાર્થીઓની મદદ થી સૃષ્ટિ સંસ્થા કાર્યરત છે.
નીચે મુજબ ની શોધ/પદ્ધતિઓ સંકલિત કરી શકાય છે.
(1) કારીગરો દ્વારા સ્થાનિક સમસ્યા ને ઉકેલવા અજમાવેલ સંશોધનો,
(2) બિન ખર્ચાળ અને બિન રાસાયણિક ખેતીની પધ્ધતિઓ,
(3) પશુ સારવાર અને માનવ સારવારની વિશિષ્ટ દેશી પદ્ધતિઓ
(4) જળ-જમીન-જંગલ સંરક્ષણ માટે ગામ લોકોએ આપમેળે બનાવેલ અનૌપચારિક નિયમો/ મર્યાદાઓ.
5) શિક્ષકોએ ભણતર ને સરળ બનાવવા આપમેળે કરેલ વિશિષ્ટ પ્રયોગો.
ઉનાળુ વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ ઉપરોક્ત માહિતી ભેગી કરી સૃષ્ટિ સંસ્થા સુધી પહોંચાડે તેવી અપેક્ષા છે.
આ વર્ષે જે વિદ્યાર્થીઓ/વોલેન્ટીયર વિશિષ્ટ કાર્ય કરશે તેમનું સન્માન પણ કરીશું અને તેમણે શોધેલ પદ્ધતિને આગળ વધારવાનું કાર્ય પણ કરીશું.
છેલ્લા અઢી દાયકામાં જે વિદ્યાર્થીઓએ ઉનાળુ વેકેશનમાં કાર્ય કર્યું છે, તે પૈકી 14 ગ્રામીણ સંશોધકોને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ એવોર્ડ મળી શક્યો છે.
સૃષ્ટિ અને સહયોગી સંસ્થાઓ દ્વારા
દેશભરમાંથી 1200 જ્ઞાન ધારકોને બૌદ્ધિક સંપદાના અધિકારો (પેટન્ટ) અપાવી શક્યા તેનો આનંદ છે.
શોધ આધારિત વ્યવસાય વિકસાવવા યુવા ઉદ્યમીઓને સહયોગ પણ કરી રહ્યા છીએ.
આમ જ્ઞાનપ્રદ સમાજના સર્વાંગીણ વિકાસ માટે સંસ્થા પ્રયાસરત રહી છે.
તમારા ગામની આજુબાજુ ગ્રામીણ સંશોધકો હોય તો તેમની જાણકારી અમને google ફોર્મ માં ભરી સૃષ્ટિ સંસ્થા સુધી પહોંચાડી શકો છો.
આ એક કામ નથી પરંતુ જ્ઞાન ના ચેકડેમ બનાવવાની લોક ઝુંબેશ છે, અને આ ઝુંબેશમાં ગુજરાતની તમામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓ જોડાયા છે, તેનો અનહદ આનંદ છે.
વેકેશન દરમ્યાન ઉત્કૃષ્ટ કાર્ય કરનાર વિદ્યાર્થીઓને સૃષ્ટિ સંસ્થા સાથે જોડાઈ કાર્યકર બનવાની તક મળી શકે છે.
*ગુગલ ફોર્મની લીંક નીચે પ્રમાણે છે.*
Link: https://rb.gy/cmw3ir
*સંપર્ક સરનામું*
*સૃષ્ટિ સંસ્થા*
AES બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં,
અર્પણ બેબીકેર હોસ્પિટલની સામેના ખાંચામાં, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં, ગુજરાત યુનિવર્સિટી નજીક અમદાવાદ-380009
(0) 079 27912792
મો: 9227447243, 9313246772
Email: info@sristi.org
https://www.sristi.org