હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, વેપાર

ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM નો આભાર વ્યક્ત કર્યો

Posted 2 years ago with 455 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આ રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થતા ધોલેરા SIR સંપૂર્ણ કનેક્ટીવિટી ઇકોસિસ્ટમ સાથે DMICનું અભિન્ન અંગ બનશે

ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM નો આભાર વ્યક્ત કર્યો
1/1

ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો

ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM નો આભાર વ્યક્ત કર્યો

આ રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થતા ધોલેરા SIR સંપૂર્ણ કનેક્ટીવિટી ઇકોસિસ્ટમ સાથે DMICનું અભિન્ન અંગ બનશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડ મંજૂર કર્યા છે, તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી અને રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનો હૃદય પૂર્વક અભાર વ્યક્ત કર્યો છે. 

ધોલેરા ભીમાનાથ વચ્ચે ૨૩.૩૩ કિલોમીટરની આ નવી બ્રોડગેજ રેલ્વે લાઇનના પરિણામે ધોલેરાને સીધી રેલ્વે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. 

એટલું જ નહીં દિલ્હી – મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેટ કોરિડોર સાથે ધોઇલેરાને કનેક્ટિવિટી સુલભ થશે.

 આ રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થતા ભવિષ્યમાં ધોલેરા SIRના ઉદ્યોગો માટે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ અને રૉ-મટિરિયલના આવાગમન માટે પણ ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આશરે ૯૨૦ ચોરસ કી.મી.નો ધોલેરા SIR ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ રિજિયન અને સ્માર્ટ સિટી છે. 

આગામી થોડા વર્ષોમાં ધોલેરા SIR, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવશે ત્યારે આ બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ પણ તેમાં મહત્વપૂર્ણ બની રહેશે. 

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ધોલેરા SIR એ ઇન્ટરનેશલલ એરપોર્ટ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે અને હવે આ ધોલેરા-ભીમાનાથ નવી બ્રોડગેજ રેલ્વે લાઇન સહિતની સંપૂર્ણ કનેક્ટિવીટી સાથે DMIC નો નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો અભિન્ન હિસ્સો બનશે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.