હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ધર્મ

જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. જેમાં અમદાવાદથી આવેલ પત્રકારો પણ જોડાયા

Posted 1 year ago with 80 views

Story by Sanjiv Rajput | 4 mins read

સમાચાર સારાંશ: જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી જોવા મળી

જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. જેમાં અમદાવાદથી આવેલ પત્રકારો પણ જોડાયા
1/2
જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. જેમાં અમદાવાદથી આવેલ પત્રકારો પણ જોડાયા
2/2

 સૌ પ્રથમ વાર માહિતી ખાતાની ધજા ચઢાવવામાં આવી

જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. જેમાં અમદાવાદથી આવેલ પત્રકારો પણ જોડાયા હતા. ભાદરવી પૂનમના મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી જોવા મળી

જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. જેમાં અમદાવાદથી આવેલ પત્રકારો પણ જોડાયા

અંબાજી ખાતે તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. મેળા દરમિયાન પ્રસાર પ્રચાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા તમામ પત્રકારોને સાથે રાખી પ્રથમવાર મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી. 

જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના, જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રચારની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી. મા અંબાના અવસર ને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા.  

મેળાના પ્રારંભના દસ દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન અને મીડિયા મેનેજમેન્ટની ખુબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી. માહિતી કચેરી દ્વારા પણ રોજે રોજ મેળાના સાતે દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળા ની પળે પળ ની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા.

જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે ખોડીવલી સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા. 

આ ધજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય, સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક દેવેન્દ્રભાઈ કડિયા, એબીપી અસ્મિતા ચેનલના એડિટર રોનક પટેલ સહિત બનાસકાંઠા જિલ્લા અને અમદાવાદના વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.