હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

આગાહી: આગામી ત્રણ દિવસ રાજ્યના ચાર જિલ્લાઓમાં ધુળની ડમરીઓ સાથે આંધી વંટોળની સંભાવના છે, કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે.

Posted 2 years ago with 21 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હવામાન વિભાગે ગરમીમાં રાહત મળવાની સાથે ભેજનું પ્રમાણ 40 થી 50 ટકા સુધી રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસના વાતાવરણની આગાહી કરાઈ છે.

આગાહી: આગામી ત્રણ દિવસ રાજ્યના ચાર જિલ્લાઓમાં ધુળની ડમરીઓ સાથે આંધી વંટોળની સંભાવના છે, કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે.
1/2
આગાહી: આગામી ત્રણ દિવસ રાજ્યના ચાર જિલ્લાઓમાં ધુળની ડમરીઓ સાથે આંધી વંટોળની સંભાવના છે, કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે.
2/2

આગાહી: આગામી ત્રણ દિવસ રાજ્યના ચાર જિલ્લાઓમાં ધુળની ડમરીઓ સાથે આંધી વંટોળની સંભાવના છે, કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે.

હાલ ગુજરાતના લોકો કાળઝાળ ગરમીના કારણે તોબા કારી ઉઠ્યા છે, હિટ સ્ટ્રોકના પણ ગણા કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે હાલ ગુજરાતમાં વરસાદની કોઈપણ સ્થિતિ જોવા મળી રહી નથી, પરંતુ હવામાન વિભાગે ગરમીમાં રાહત મળવાની સાથે ભેજનું પ્રમાણ 40 થી 50 ટકા સુધી રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસના વાતાવરણની આગાહી કરાઈ છે. જે મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યના ચાર જિલ્લાઓમાં ધુળની ધમરીઓ સાથે આંધી વંટોળની સંભાવના છે, જેમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે.

આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સુકૂં રહેવાની સાથે ગરમીમાં રાહત મળશે, પરંતુ ભેજનું પ્રમાણ વધવાના કારણે બફારો અને ઉકળાટની પણ સ્થિતિ સર્જાશે. આઈએમડીએ કહ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ તરફના પવન ફૂંકાવાના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ગરમીમાં આંશિક રાહતથઈ છે. જોકે બીજીતરફ ભેજનું પ્રમાણ વધતા લોકો બારે બફારા અને ઉકળાટનો સામનો કરી રહ્યા છે. આગામી દિવસો દરમિયાન ભેજનું પ્રમાણ યથાવત્ રહેશે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ દરમિયાન આંધી અને વંટોળની સ્થિતિ સર્જાશે.
આઈએમડી દ્વારા આગામી ત્રણ દિવસને લઈને મહત્વની આગાહી કરાઈ છે, જેમાં જણાવાયું છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ આંધી વંટોળની સંભાવના છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર વિસ્તારોમાં આંધી-વંટોળની સ્થિતિ સર્જાઈ શકે છે. આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 25થી 30 કિલમીટરની રહેશે.

ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ 27 મેએ જણાવ્યું હતું કે, ‘આ ચોમાસાની સિઝનમાં દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે, જે દેશને ગરમીથી ઘણી રાહત આપશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો વરસાદ 4% ની મોડલ ત્રુટિ સાથે લાંબા ગાળાની સરેરાશના 106% થવાની સંભાવના છે. આમ, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે."’

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન