હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

અમદાવાદ સહીત રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ હવામાન વિભાગની આગાહી.

Posted 2 years ago with 299 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગોંડલ અને ટંકારામાં ભારે વરસાદ વરસ્યો

અમદાવાદ સહીત રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ  ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ  હવામાન વિભાગની આગાહી.
1/1

અમદાવાદ સહીત રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં બુધવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. દાંતા અને અંબાજીમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો ગોંડલ અને ટંકારામાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.મળતી જાણકારી અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. 

તે સિવાય છેલ્લા 24 કલાકમાં કોડીનારમાં સવા ત્રણ ઈંચ, ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢ શહેરમાં ત્રણ ઈંચ, જૂનાગઢ તાલુકામાં ત્રણ ઈંચ, દાંતામાં સવા બે ઈંચ, રાજકોટના જેતપુરમાં બે ઈંચ, સુત્રાપાડામાં બે ઈંચ, કાલાવડમાં પોણા બે ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ, વાંકાનેરમાં દોઢ ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, મોરવા હડફમાં સવા ઈંચ, માંગરોળમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.તે સિવાય હળવદ, ડભોઈ, છોટા ઉદેપુર, જામનગરના લાલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા, માળીયા હાટીના, વંથલી, દિયોદર, કેશોદ, માણાવદર,જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા પોણો પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. માળીયા, પોશીના, જામજોધપુર, સાંતલપુર, રાજકોટ તાલુકા, કુકાવાવ, ઉમરગામ, નવસારી, ઓલપાડમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.સુરત શહેર, સંખેડા, જંબુસર,ધ્રાંગધ્રામાં વરસાદ વરસ્યો હતો. હિંમતનગર, બગસરા, ખેરગામમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ધરમપુર, સુબિર, ભાણવડ,જલાલપોરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 10 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના સાત, ઉત્તર ગુજરાતના એક, તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.

 તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.