હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કચ્છમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત ગાંધીધામમાં ધોધમાર ચાર ઈંચ, માંડવીમાં બે ઇંચ, અંજારમાં દોઢ ઈંચ અબડાસા અને નખત્રાણા તાલુકામાં ઝાપટાં

Posted 1 year ago with 42 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: સકર્યુલેશનની અસર તળે વરસાદી માહોલ

કચ્છમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત ગાંધીધામમાં ધોધમાર ચાર ઈંચ, માંડવીમાં બે ઇંચ, અંજારમાં દોઢ ઈંચ અબડાસા અને નખત્રાણા તાલુકામાં ઝાપટાં
1/1

કચ્છમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત ગાંધીધામમાં ધોધમાર ચાર ઈંચ, માંડવીમાં બે ઇંચ, અંજારમાં દોઢ ઈંચ અબડાસા અને નખત્રાણા તાલુકામાં ઝાપટાં

કચ્છમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત રહેવા પામી છે. સકર્યુલેશનની અસર તળે વરસાદી માહોલ છવાયેલો છે. ગત રાત્રિના ગાંધીધામમાં ધોધમાર ચાર ઈંચ, માંડવીમાં બે ઇંચ, અંજારમાં દોઢ ઈંચ, ભચાઉમાં બે ઈંચ તથા ભુજ, રાપર, મુંદરામાં ઝાપટાં વરસ્યા હતા. નખત્રાણામાં હળવું ઝાપટું પડયું હતું. બુધવારની સાંજે અબડાસા અને નખત્રાણા તાલુકામાં ઝાપટાં વરસ્યા હતા.

જિલ્લામાં ગત રાત્રિના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મેઘરાજાનું આગમન થયું હતું. આઠ તાલુકામાં અડધાથી ચાર ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જિલ્લા કન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે ગાંધીધામમાં ૯૭ મિ.મિ., માંડવી પ૩ મિ.મિ., અંજાર ૩૭ મિ.મિ., ભચાઉ ર૧ મિ.મિ., ભુજ ૯ મિ.મિ., મુંદરા ૮ મિ.મિ., રાપર ૮ મિ.મિ. અને નખત્રાણામાં ૧ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.ગાંધીધામ-આદિપુરમાં દિવસર્ભરના ઉકળાટભર્યા માહોલ બાદ રાત્રિના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું. બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાહદારી અને વાહન ચાલકોને સવારે ભારે હાલાકી ભોગવવી પડી હતી.

તોફાની પવન અને વરસાદના પગલે વૃક્ષો પડવાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું.

અંજારમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો અને હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા.માંડવીમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાત્રિના પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ભચાઉમાં રાત્રિથી પરોઢ સુધી હળવા ઝાપટાં વરસ્યા હતા. એક ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મહોલ છવાયો હતો. મુંદરામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

જિલ્લા મથક ભુજમાં રાત્રિના ભારે વીજ અને તોફાની પવન ફુંકાયો હતો. અડધા ઈંચ જેટલો વરસાદ પડયો હતો. મહત્તમ તાપમાન ૩૯.ર ડિગ્રી સે. નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૯૧ ટકા અને સાંજે પર ટકા નોંધાયું હતું. દિવસભર આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.