હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા ચાર આતંકવાદી, તમામ શ્રીલંકાના હોવાની શંકા ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી.આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.

Posted 2 years ago with 57 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે. આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા ચાર આતંકવાદી, તમામ શ્રીલંકાના હોવાની શંકા ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી.આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.
1/1

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા ચાર આતંકવાદી, તમામ શ્રીલંકાના હોવાની શંકા

ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી છે. આજે (20 મે) અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદી ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓ શ્રીલંકાના હોવાની શંકા છે. અમદાવાદમાં IPLની મેચો પણ રમાવાની છે અને ક્રિકેટ ટીમો અમદાવાદ એરપોર્ટ પહોંચવાની છે. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે.

હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે. આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.

તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા.

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા છે. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

આજે પાંચમાં તબક્કાનું લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા છે. ઝડપાયેલા 4 આતંકીઓ શ્રીલંકન નાગરીક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા તમામ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી તેઓની પૂછરપછ હાથ ધરી છે. એટીએસની પૂછપરછમાં આતંકવાદીઓ મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.