હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ,હાર્ડવૈદ, જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી

Posted 2 years ago with 68 views

Story by Shileshbhai Vala | 4 mins read

સમાચાર સારાંશ: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી સેવા

પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ,હાર્ડવૈદ, જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી
1/2
પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ,હાર્ડવૈદ, જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી
2/2

પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ,હાર્ડવૈદ, જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી સેવા 

પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ,જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પના દાતા મનીષભાઈ ડોડીયા શિવ શક્તિ એગ્રો ઘટીયા ફાટકવાળા તથા ડો. સુરેશ સાહેબ તથા ડો.ભગીરથસિંહ રાઠોડ માધવ ક્લિનિક ઘંટીયા ફાટક તથા મહંત શ્રી કરસનદાસ બાપુ ઉપવાસી પાધેશ્વરી આશ્રમ મટાણા સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનોના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમા એ કેમ્પને ઉદ્બબોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આતકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર,પાંચ મહામૃત્યુંજય મંત્રનો સામુહિક જાપ કરેલ ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન નો સંદેશ પાઠવેલ 

લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું તથા આ કેમ્પ ના દાતા મનીષભાઈ ડોડીયા તથા તેમના પરિવાર નુ સન્માન પરમ પૂજ્ય ગુરુદેવ ના દેવસ્થાપન ફોટો તથા ગુરુદેવના સાહિત્ય વડે પાધેશ્વરી આશ્રમ મટાણા ઉપવાસી મહંત કરસનદાસ બાપુ દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ હતુ 

આ કેમ્પમાં ડો. સુરેશભાઈ એ કુલ 115દર્દીઓ ને તપાસી જેમાં થી 34 દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા જનરલ ચેકઅપ કેમ્પમાં ડો. ભગીરથસિંહ રાઠોડ ઘંટીયા એ 45 થી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા હાર્ડવૈદ હમીરભાઇ પ્રાચી એ 15 દર્દીને હાથ પગ સાંધા ના દુખાવાના મસાજ કરેલ 

 દાતા તરફ થી સૌના માટે ચા - પાણી તથા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાંઆવી હતી આ કેમ્પ ને સફળ બનાવવા માટે નાથાભાઇ સોલંકી ( થરેલી ) નારણભાઈ વાળા ( પાધરૂકા તથા રોહિતભાઈ દરબાર અમરાપુર, રાહુલભાઈ રાઠોડ બોસન તથા ભલુભાઈ બોસન તથા વજુભાઈ ગોહિલ, નરસિંહભાઈ વાઢેર છગિયા શોભનાબેન 66 કેવી ટીંબડી પ્રાચી,સોનીબેન ગોરખમઢી તથા,પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો....

રિપોર્ટ શૈલેષભાઈ વાળા પ્રાંચી તીર્થ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન