સમાચાર સારાંશ: શ્રી વિદ્યામાં જણાવ્યા અનુસાર આધશકિતને અષ્ટગંધનું અત્તર અતિ પ્રિય
જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ અને શ્રી યંત્રની સ્તુતિનું અર્પણ
અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું.
અંબાજીના ચાચર ચોક ખાતે શ્રી યંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ અને તેમની ટિમની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી.
શ્રી વિદ્યામાં જણાવ્યા અનુસાર આધશકિતને અષ્ટગંધનું અત્તર અતિ પ્રિય છે, તેનાથી માતાજી પ્રસન્ન રહે છે. અષ્ટગંધમાં ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, ઉશિર અને કુઠ નામની સુગંધનો સમાવેશ થાય છે. માતાજી પ્રસન્ન રહે અને જગદંબાના આશીર્વાદ તમામ માઇભકતોને પ્રાપ્ત થાય એવા શુભ આશયથી અત્તર અર્પણ કરવામાં આવ્યું હતું. અંબાજીના ચાચર ચોકમાં સેંકડો માઈભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરાતાં સમગ્ર ચાચર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા મંદિર વહીવટદાર કૌશિક મોદી સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો અને જય ભોલે ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
By Jai Bhole Group Ahmedabad
Gandhashtakam made of eight types of liquids and an offering in praise of Sri Yantra
On the sixth day of the Bhadarvi Poonam Mahamela at Ambaji, District Collector and Chairman of Shri Arasuri Devasthan Trust, Mihir Patel, praised the Shri Yantra made by Jai Bhole Group Ahmedabad and Gandhashtakam made of eight types of liquids was offered to Mataji.
In the program held at Chachar Chowk in Ambaji, District Collector Mihir Patel appreciated the unique devotion of Deepesh Patel and his team towards Jagdamba.
According to Shri Vidya, the perfume of Ashtagandha is very dear to Adhshakt, the mother is pleased with it. Aroma of Ashtagandha includes sandalwood, agar, camphor, tamal, jal, kumkum, ushir and kuth. Ittar was offered with the auspicious intention that Mother should be happy and the blessings of Jagadamba should be received by all the devotees. In the Chachar Chowk of Ambaji, in the presence of hundreds of Maa devotees, the whole Chachar reverberated with the sound of Jai Ambe while praising and offering perfume to the Mother.
District Development Commissioner was also present on the occasion. જે. A large number of devotees and members of the Jai Bhole group, including Dave District Superintendent of Police Akshayraj Makwana and temple administrator Kaushik Modi, were present.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



