હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત

Posted 1 year ago with 42 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે, 'નવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા સૌ ભક્તો તૈયાર થઈ ગયા છે

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત
1/1

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત 

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીના જણાવ્યું કે, ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઇચ્છે ત્યાં સુધી ગરબા રમી શકશે.

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત

હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે, 'નવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા સૌ ભક્તો તૈયાર થઈ ગયા છે. નવરાત્રિના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રિ રમી શકે અને વેપારી તેમજ ફેરિયાઓનો ધંધો-રોજગાર ચાલી શકે તે માટે ચિંતા કરવામાં આવી છે. 

આ વિશે પોલીસને પણ સૂચના અપાઈ છે કે, રાજ્યના તમામ નાગરિકો ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી કરી શકે તેની ચિંતા કરવામાં આવે.

હર્ષ સંઘવીએ લોકોને નવરાત્રિની શુભકામના આપતા કહ્યું કે, સૌ ખેલૈયા અને આયોજકોને વિનંતી છે કે, આપણા ડીજે, સાઉન્ડ, બેન્ડ આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, હૉસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છે. રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ગુજરાતીઓના સૌથી મનપસંદ એવા નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ આખી રાત ગરબા રમવાની મંજૂરી આપીને ખેલૈયાઓને રાજીના રેડ કરી દીધા છે. 

જો કે, મેધરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિના નવ દિવસને લઈને આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર નવરાત્રિ દરમિયાન જુદી-જુદી જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન