સમાચાર સારાંશ: પ્રાચી તીર્થના દ્વારકેશ છાત્રાલયમાં ગાયત્રી મહાયજ્ઞ દ્વારા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા લેવાતી ભારતીય સંસ્કૃત જ્ઞાન પરીક્ષામાં ગીર સોમનાથ જિલ્લો અગ્રેસર
પ્રાચી તીર્થ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દવારા ભણતરની સાથોસાથ ભારતીય સંસ્કૃતિની જાણકારી અને જ્ઞાન પ્રાપ્ત થાઈ તેવા ઉમદા હેતુથી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સ્કૂલમાં લેવાનું આયોજન સન 1994 થી કરવામાં આવેલ છે

આ પરીક્ષા દેશ ના 22 રાજ્યમાં જુદી જુદી 11 ભાષામાં લેવામાં આવેછે દેશ ની મોટા માં મોટી યુ. પી. એસ. સી. પરીક્ષા માં પણ આ બાબતેના 2 માર્ક્સ ના પ્રશ્ન હોય છે
ગુજરાત રાજ્યમાં સને 2023ની પરીક્ષાનું આયોજન તારીખ 23.09.2023 ના થયેલ જેમાં ઉના તાલુકા ના સીમાસી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ -૭ માં અભ્યાસ કરતી કુ.અક્ષાબેન શબીરભાઈ જુણેજા એ ભાગ લીધેલ અને ગુજરાત રાજ્ય કક્ષા એ પ્રથમ સ્થાન પ્રાપ્તકરેલ જયારે આજ પરીક્ષામાં સુત્રાપાડા તાલુકા ના પ્રાસલી ગામે કૃપાલુ વિધ્યાલયમાં ધોરણ -૯ માં અભ્યાસ કર્તા અંશકુમાર એમ. જાદવ એ ગુજરાત રાજ્ય કક્ષા માં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે ગુજરાત રાજ્ય કક્ષા ની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માં રાજ્ય કક્ષાની પરીક્ષામાં પ્રથમ અને તૃતિય સ્થાન ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીએ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધારે છે
આ વિદ્યાર્થી માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દવારા શિલ્ડ તેમજ પ્રમાણપત્ર ત્થા રોકડ પુરષ્કાર ની રકમ મોકલવા માં આવતા ગીર સોમનાથ જિલ્લા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સચિવ શ્રી ધીરુભાઈ ડી. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૭.0૬.૨૪ના શાળા પ્રવેસોત્સવ દરમિયાન સીમાસી ગામે પરા શાળા અને પ્રાથમિક શાળાનો સંયુક્ત શાળા પ્રવેત્સવ કાર્યક્રમ રૈયાણી સાહેબ એન્જીનયર પી. જી. વી. સી.એલ. ઉનાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં આ આચાર્ય દિલીપભાઈ સાહેબ તથા લલિત ભાઈ સાહેબ અને શિક્ષકો ત્થા વિદ્યાર્થીઓ અને ધીરુભાઈ ડી. રાઠોડ સચિવશ્રી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અને ગાયત્રી પરિવાર ઉના. ડોળાસા. સરખાડી ના સદસ્યોંની ઉપસ્થિતિમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર કુ. અક્ષાબેન શબીર ભાઈ જુણેજા ને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર અને રોકડ રકમ rs.3000 ગાયત્રી પરિવાર ના કાર્યકર ના હાથે આપવામાં આવેલ હતું. કૃપાલુ વિદ્યાલય પ્રાસલી ના શાળા પ્રવેત્સવ રાજવીર સિંહ ઝાલા સાહેબ ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં કેમ્પસ ડાયરેકટર ઝાલા સાહેબ અને ગાયત્રી પરિવાર ના સૌરાષ્ટ્ર જોન ના સંયોજક હરિસિંહભાઈ ડોડીયા સાહેબ અને ગાયત્રી પરિવારના સદસ્યોંની ઉપસ્થિતિમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર અંશકુમાર એમ. જાદવ ને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર rs.1500 શ્રી હરિસિંહ ભાઈ ડોડીયા ના વર્દ હસ્તે એનાયત કરવામાં આવેલ
દિન પ્રતિદિન પ્રગતિ કરવાની શુભ કામના પાઠવી હતી.
પ્રાચી તીર્થના દ્વારકેશ છાત્રાલયમાં ગાયત્રી મહાયજ્ઞ દ્વારા પ્રવેશોત્સવ કરવામાં આવેલ હતો.
આ ઉપરાંત પ્રાચી તીર્થના દ્વારકેશ છાત્રાલયમાં ગાયત્રી મહાયજ્ઞ દ્વારા પ્રવેશોત્સવ કરવામાં આવેલ હતો જેમાં ગાયત્રી પરિવારના વરિષ્ઠ દાનસિંગભાઈ પઢીયાર દ્વારા યજ્ઞનુ સંચાલન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થી તથા શિક્ષક મિત્રો તથા સંચાલક વાઢીયા સાહેબ વગેરે એવો એ યજ્ઞ ભગવાનને આહુતિ આપી અને પુણ્યના ભાગીદાર બન્યા હતા પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાના ઘરે વૃક્ષો આવીને જતન કરવા તથા પાણીનો જતન કરવાનું તથા પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી ના વિચારો દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવેલી હતી
અહેવાલ અને તસવીર શૈલેષભાઈ વાળા પ્રાચી તીર્થ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



