સમાચાર સારાંશ: 799 ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે રાજ્યનો કચ્છ જિલ્લો મેન્ગ્રોવ કવરમાં અગ્રેસર
વૈશ્વિકકક્ષાએ 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મેન્ગ્રોવ કવરમાં ગુજરાત અગ્રેસર ખારાશને વધતી અટકાવવા અને કુદરતી આફતોની અસરને ઘટાડવા મેન્ગ્રોવ્સ મહત્વપૂર્ણ
વૈશ્વિકકક્ષાએ 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ચેર એટલે કે મેન્ગ્રોવની વૃદ્ધિ માટે ગુજરાત સરકારે મોટાપાયે વૃક્ષારોપણ અને પુનઃસ્થાપન પ્રયાસો કર્યા છે. જેની ફળશ્રુતિ રુપે ગુજરાતમાં મેન્ગ્રોવ (ચેર) કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે.
દરિયાઇ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો ધરતાં આજે ગુજરાત મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય મેન્ગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેન્ગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર 1991માં 397 ચોરસ કિલોમીટર હતું, જે વધીને 2021માં 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે.
ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રોવ કવર સાથે અગ્રેસર છે, જે રાજ્યના મેન્ગ્રોવ કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે. આ સાથે જ કચ્છનો અખાતથી લઈને ખંભાતના અખાત સુધીનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારો મેન્ગ્રોવ કવર ધરાવે છે.
વર્ષ 2024-25 દરમિયાન કુલ 12,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુળુભાઈ બેરા,વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારે મેન્ગ્રોવ વૃક્ષોનું વાવેતર વધારવા માટે સંનિષ્ટ પ્રયાસો કર્યા છે. તેના પરિણામ સ્વરુપે આજે ગુજરાતમાં મેન્ગ્રોવનું આવરણ 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યુ છે, રાષ્ટ્રિય સ્તરે પણ ગુજરાત મેન્ગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે જે એક નોંધપાત્ર સિદ્ધી છે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પર્યાવરણના સરંક્ષણ પર ભાર મુક્યો છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય સરંક્ષણ અને તેના દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારના મેન્ગ્રોવના વાવેતર અને સંરક્ષણના પ્રયાસો સફળ
કુદરતી આપત્તિઓ સામેની પ્રથમ દિવસ સમાજ મેન્ગ્રોવ કવરમાં ગુજરાત અગ્રેસર
ગુજરાતમાં મેન્ગ્રોવ (ચેર) કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું
ગુજરાત સરકાર દ્વારા મોટાપાયે વૃક્ષારોપણ અને પુનઃસ્થાપન પ્રયાસોના કારણે મેન્ગ્રોવ કવરમાં થયો વધારો
રાજ્ય સરકારે વર્ષ 2014-15 થી 2022-23 દરમિયાન મેન્ગ્રોવના વાવેતરનું વ્યાપક અભિયાન હાથ ધર્યું
મેન્ગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર 1991માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું
રાજ્યની મહત્વપૂર્ણ દરિયાઇ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા મહત્વનો પ્રયાસ
799 ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે રાજ્યનો કચ્છ જિલ્લો મેન્ગ્રોવ કવરમાં અગ્રેસર
ખારાશને વધતી અટકાવવા અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોની અસરને ઘટાડવા મેન્ગ્રોવ્સ મહત્વપૂર્ણ
માછલીઓ અને પક્ષીઓ સહિત લગભગ 1,500 પ્રકારના છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ મેન્ગ્રોવ્સ પર નિર્ભર
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



